તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

ભાવનગરમાં રવિવારથી ચાર દિવસ માવઠાંની આગાહી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભાવનગરમાં ઉનાળાની આકરી ગરમી વરસી રહી છે. તેની વચ્ચે રવિવારથી ચાર દિવસ માવઠાંની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની સાથે ૩૦થી ૪૦ કિ.મી.ની ઝડપે મિની વાવાઝોડાનો પવન પણ ફૂંકાઈ શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ભાવનગરમાં સપ્તાહના પ્રારંભિક બે દિવસ દરમિયાન કાળઝાળ ગરમીનો કહેર વર્તાયા બાદ છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ૪૦ ડિગ્રીની નીચે રહે છે. તેમ છતાં લોકોને અંગ દઝાડતા તાપમાં મોટી રાહત મળી શકી નથી.

ગરમીની સાથે બફારાનું પ્રમાણ વધતા લોકોની મુશ્કેલી વધી છે. શહેરનું મહત્તમ તાપમાન ૦.૬ ડિગ્રી નીચે સરકીને ૩૯.૦ ડિગ્રી રહ્યું હતું. જ્યારે રાતનું તાપમાન એક ડિગ્રી ઉંચકાઈને ૨૪.૪ ડિગ્રીએ પહોંચી ગયું હતું. દિવસ દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૫ ટકા રહ્યું હતું. તો ૨૬ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાતા લોકો હાશતોબા પોકારી ગયા હતા. આગામી બે દિવસ તામાનમાં કોઈ મોટો ફેરફાર થવાના એંધાણ નથી.

ત્યારબાદ તારીખ ૩-૫થી તારીખ ૭-૫ સુધી દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી ૦.૯ કિ.મી. ઉપર ઉપરી હવાનું ચક્રવાત પરિભ્રમણ કરતા રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા દર્શાવાઈ છે. જેમાં તારીખ ૪-૫થી તા.૭-૫ દરમિયાન રાજ્યના અન્ય શહેરોની સાથે ભાવનગરમાં પણ ૩૦થી ૪૦ કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે અને વાવાઝોડા સાથે છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ કમોસમી વરસાદ થવાની રાજ્યના હવામાન વિભાગે પૂર્વાનુમાન લગાવ્યું છે.