ખેડા જિલ્લામાં કઠલાલ તાલુકાની સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને આરોપી લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે આરોપી સામે ફરિયાદ નોંધાઇ છે. 
મળતી માહિતી મુજબ, કઠલાલ તાલુકાની સગીરાને આરોપી દિલીપકુમાર ઉદેસિંહ પરમાર (રહે.ભાદરવાના મુવાડા, તા.કપડવંજ)ને પ્રેમજાળમાં ફસાવી ઘરેથી લઇ ગયો હતો. લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.




