Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વાવ ગામની સીમમાં કારમાંથી ૨.૮૯ લાખનાં વિદેશી દારૂ સાથે કાર ચાલક સહીત ત્રણ ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં વાવ ગામની સીમમાં નેશનલ હાઈવે ઉપરથી વગર પાસ પરમીટે કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે કાર ચાલક સહીત ત્રણ જણાને પોલીસે ઝડપી પાડી કુલ રૂપિયા ૮,૦૫,૪૫૦/-નો મુદ્દામાલ કબજે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સુરત ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો તારીખ ૧૯/૦૫/૨૦૨૫ નાંરોજ સુરત જિલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

તે દરમિયાન ખાનગી બાતમીદાર થકી માહીતી મળી હતી કે, ‘એક ટાટા હેક્ષા ફોર વ્હીલ કાર નંબર જીજે/૧૬/ઈએન/૮૧૭૭નો ચાલક તથા તેની સાથે અન્ય બે ઇસમો પોતાના કબ્જાની કારમાં ચોરખાનુ બનાવી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી સંતાડી લાવી જોખા ગામ તરફથી વાવ ગામ થઇ સુરત શહેર તરફ જનાર છે.’

જે બાતમીનાં આધારે એલ.સી.બી સ્ટાફના માણસો વાવ ગામની સીમમાં નેશનલ હાઈવે ઉપર વોચમાં હતા તે સમયે બાતમીવાળી કાર આવતા જોઈ પોલીસે કારને અટકાવી કાર ચાલકનું નામ પૂછતા તેને પોતાનું નામ, રાજેશ અરવિંદભાઈ સુહાગીયા (રહે.સાવલિયા સર્કલ પાસે, યોગી ચોક, વરાછા, સુરત) અને તેની સાથેનાં રાકેશ ઝવેરભાઈ સુહાગીયા (રહે.હીરાબાગ કસ્તુર સોસાયટી, વરાછા, સુરત) અને મહેશ ધીરુભાઈ દુઆત (રહે.ચીકુવાડી, સરિતા સાગર સોસાયટી, નાના વરાછા, સુરત)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ કારમાં તપાસ હાથ ધરતા કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની ૩૪૯ નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૨,૮૯,૬૫૦/- હતી. આમ, પોલીસે વિદેશી દારૂનો મુદ્દામાલ, કાર, ત્રણ નંગ મોબાઈલ અને રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા ૮,૦૫,૪૫૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે પોલીસે ઝડપાયેલા ત્રણેય યુવા વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.