Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

થુંટી ગામે તાપી નદીનાં ફુગારા કિનારાનાં પર ફરવા આવેલ મહિલાની છેડતી કરનાર ત્રણ સામે ફરિયાદ કરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઉચ્છલનાં થુંટી ગામે તાપી નદીના ફુગારા કિનારાનાં વિસ્તારમાં સહેલાણીઓ ફરવા જતા હોય રવિવારે એક મહિલા તેના દિકરા તથા અન્ય સબંધીઓ સાથે ફરવા જતા ત્યાં હાજર અજાણ્યા ઇસમે તેણીનો હાથ પકડી નાહવા લઈ જવાની કોશિષ કરી તથા તેની સાથેના ઇસમોએ મારામારી કરી ઇજા પહોંચાડતા ત્રણ ઇસમો સામે પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ભરૂચ જિલ્લાની ૪૦ વર્ષીય મહિલા તેના દિકરા સાથે સોનગઢ ખાતે તેમના ભાઈને ત્યાં આવી હતી. તારીખ ૧૮-૫-૨૫ નારોજ જેઓ સગા-સબંધીઓ સાથે ઉચ્છલનાં થુંટી ગામે તાપી નદીના ફુગારા કિનારે ફરવા માટે ગયા હતા.

તે દરમિયાન નદીમાં એરીગેશન પાસે જતા મહિલાને અજાણ્યા ઇસમે કહેલ કે અહીં લેડીઝ ન્હાય છે જેથી તમે અહીંથી જતા રહો, જેથી મહિલાએ કહેલ કે હું પણ લેડીઝ છું તેમ કહેતા અજાણ્યાએ ઉશ્કેરાઈ જઈ મહિલાનો કોલર પકડી ખુબ નાહવાનો શોખ છે. ચાલ તને હું નવડાવું છું કહી ખેંચીને પાણીમાં લઈ જવાની કોશિષ કરી ડ્રેસનો કોલર ફાડી નાંખી લાજ લેવાના ઇરાદે છેડતી કરી હતી.મહિલાને બચાવવા દોડી આવેલ તેણીના દિકરાને પણ અજાણ્યા ઇસમે પકડી રાખી તેની સાથેના બીજા બે ઇસમોએ હાથમાં રહેલ પથ્થર વડે તથા ઢીકાપાટુનો માર દિકરાને મારી ઈજા પહોંચાડી હતી. જોકે મહિલા સાથે થઇ રહેલ ઘટનાને પગલે ફરવા આવેલ અન્ય લોકો પણ દોડી આવ્યા હતા. મહિલાએ ત્રણ ઇસમો સામે ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ કરી હતી.