તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

પશ્ચિમબંગાળમાં લો કોલેજની વિધાર્થીની સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

પશ્ચિમ બંગાળના દક્ષિણ કોલકાતાના કસબા વિસ્તારમાં સ્થિત સાઉથ કોલકાતા લો કોલેજમાં એક વિદ્યાર્થિની સાથે સામૂહિક દુષ્કર્મની દર્દનાક  ઘટના બની છે. આ ઘટના 25 જૂન, 2025ની સાંજે 7.30થી 10.50ની વચ્ચે કોલેજના પરિસરમાં જ બની હતી. કસબા પોલીસ સ્ટેશનમાં પીડિતાની ફરિયાદ નોંધી ત્રણ આરોપીની ધરપકડ પણ થઈ છે. જેમાં એક ભૂતપૂર્વ વિદ્યાર્થી સામેલ છે. પોલીસે જણાવ્યા પ્રમાણે, ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાં કોલેજનો પૂર્વ યુનિટ પ્રેસિડન્ટ મોનોજિત મિશ્રા (ઉ.વ.31), જૈબ એહમદ (ઉ.વ.19) અને પ્રમિત મુખરજી ઉર્ફ પ્રમિત મુખોપાધ્યાય (ઉ.વ.20) સામેલ છે. મિશ્રા અને એહમદની 26 જૂનના રોજ સાંજે તાલબાગાન ક્રોસિંગ નજીકથી ધરપકડ થઈ હતી.

જ્યારે પ્રમિતની ધરપકડ 27 જૂનના રોજ બપોરે 12.30 વાગ્યે તેના ઘરેથી જ થઈ હતી. ત્રણેયના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. કોર્ટે ત્રણેય આરોપીને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. આરોપી મનોજિત મિશ્રા કોલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાની સાતે સાથે સાઉથ કોલકાતા ટીએમસીપી (તૃણમુલ સ્ટુડન્ટ કાઉન્સિલ)નો જિલ્લા મહાસચિવ પણ છે. પોલીસ સૂત્રો અનુસાર, આ કથિત ગેંગરેપની ઘટના કોલેજની બિલ્ડિંગની અંદર બની હતી. પીડિતાનું પ્રારંભિક ધોરણે મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. ઘટના સ્થળે વધુ તપાસ હાથ ધરી છે. ફોરેન્સિક તપાસ પણ હાથ ધરાઈ છે. ત્રણેય આરોપીને આજે અલીપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. પોલીસે 14 દિવસની કસ્ટડીની માગ કરી હતી. પરંતુ કોર્ટે તેમને આગામી મંગળવાર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે.