તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

કેદારનાથ હાઇવે પર ભૂસ્ખલન, આદિ કૈલાશ યાત્રાનો માર્ગ ફરીથી કરવામાં આવ્યો બંધ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અનેક સ્થળો પર પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે અને નદીઓ પૂરમાં આવ્યા છે. ત્યારે ઉત્તરકાશી જિલ્લામાંથી એક કાર નિયંત્રણ ગુમાવીને  નદીમાં ખાબકી હતી. જોકે નદીમાં ભારે પૂરના કારણે કાર ચાલકે બોનેટ પર ચઢી ગયો હતો અને સ્થાનિક લોકોએ તેમનું રેક્સ્યૂ કર્યું હતું. મળતી માહિતી મુજબ, શનિવારે યમુનોત્રી હાઇવે પર પાલીગાઢ ઓજરી ડાબરકોટ વચ્ચે સિલાઈ બંધ પાસે વાદળ ફાટતા ભારે તબાહી મચી ગઈ છે. આ કુદરતી આફતમાં 2 લોકોના મોત થયા હતા, જ્યારે 7 લોકો ગુમ છે.

આ દરમિયાન રવિવારે મોરી વિકાસખંડના લિવાડી ફીતાડી રોડ પરથી એક કાર રૂપીન નદીમાં ખાબકી હતી. આ કારમાં માત્ર ડ્રાઈવર જ હતો. કાર નદીમાં પડતાની સાથે જ તે કાર ઉપર ચઢી ગયો હતો. જોકે, સ્થાનિક લોકોએ દોરડું ફેંકીને નદીની વચ્ચે ફસાયેલા ડ્રાઇવરને સુરક્ષિત રીતે બચાવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

હાલ વહીવટી તંત્રે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે અને વરસાદ દરમિયાન પહાડી વિસ્તારોમાં લોકોને ખૂબ કાળજી રાખવાની અપીલ કરી છે. હવામાન વિભાગ અનુસાર, સોમવારે ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી છે. ચંપાવત, દેહરાદૂન, હરિદ્વાર, નૈનિતાલ, પૌરી ગઢવાલ, રુદ્ર પ્રયાગ, ટેહરી ગઢવાલ, ઉધમ સિંહ નગર અને ઉત્તર કાશીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડમાં ભારે વરસાદ વચ્ચે ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. કેદારનાથ હાઇવે પર ઘણી જગ્યાએ ભૂસ્ખલન થઈ રહ્યું છે. ત્યારે આદિ કૈલાશ યાત્રાનો માર્ગ ફરીથી બંધ કરવામાં આવ્યો છે.