Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ઈન્ડિગોની ફ્લાઈટ ઉડાન ભરતા પહેલાં જ ટેકનિકલ ખામી નિર્માણ થઈ, ટ્રાફિક કંટ્રોલને મેડે કોલ મોકલ્યો હતો ?

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમદાવાદથી દીવ જતી ઈન્ડિગોની ફ્લાઈટ ઉડાન ભરતા પહેલાં જ ટેકનિકલ ખામી નિર્માણ થઈ હોવાનું ઈન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું. ફ્લાઈટમાં ખામી અંગે પાઇલટોએ તરત જ અધિકારીઓને માહિતગાર કર્યા હતા અને ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી. ફ્લાઈટ રદ્દ કરવામાં આવી હતી, જેમાં આગની સાથે પાઈલટે મેડે કોલ પછી રિટર્ન કરી હોવાનું જાણવા મળે છે. આ બનાવ પછી એરપોર્ટ પ્રશાસન ફરી સાવધ બની ગયું હોવાનું જણાવ્યું હતું.

આ મુદ્દે હવે નવી જ માહિતી મળી રહે છે કે ગુજરાતના અમદાવાદથી દીવ જઈ રહેલી એક ફ્લાઈટના એન્જિનમાં આગ લાગ્યા પછી રદ કરવામાં આવી હતી, જેમાં 60 પ્રવાસી સવાર હતા. સવારના અગિયાર વાગ્યાના સુમારે ફ્લાઈટ ઉડાન ભરવાની હતી, જ્યારે બે એન્જિન પૈકી એકમાં આગ લાગ્યાની માહિતી મળી હતી, ત્યારબાદ એર ટ્રાફિક કંટ્રોલને મેડે કોલ મોકલ્યો હતો. એના પછી પ્રશાસન તરફથી તાત્કાલિક રદ કરવામાં આવી હતી, જ્યારે પ્રવાસીઓને સુરક્ષિત ઉતારવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.આ મુદ્દે કંપનીએ જણાવ્યં હતું કે આજે અમદાવાદથી દીવની ફ્લાઈટ (6E 7966)માં ઉડાન ભર્યા પૂર્વે ટેક્નિકલ ખરાબીના સંકેત મળ્યા હતા. નિર્ધારિત ઓપરેશનની પ્રક્રિયાનું પાલન કર્યા પછી પાઈલટે અધિકારીઓને જાણ કરી હતી, ત્યારબાદ વિમાનને પરત બોલાવવામાં આવ્યું હતું. ફ્લાઈટ ઓપરેશનમાં લીધા પૂર્વે સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

અહીં એ જણાવવાનું કે મંગળવારે દિલ્હીના એરપોર્ટ પર આવી જ ઘટના બની હતી, જેમાં એર ઈન્ડિયાના વિમાનમાં આગ લાગ્યા પછી ખળભળાટ મચી ગયો હતો. હોંગકોંગથી એર ઈન્ડિયાની ફ્લાઈટ એરપોર્ટ પર લેન્ડિંગ કર્યા પછી તેના એપીયુમાં આગ લાગી હતી, જેમાં એન્જિન બંધ હોવાથી કોઈ નુકસાન થયું નથી. ઉપરાંત, મુંબઈમાં પણ એર ઈન્ડિયાની ફ્લાઈટ પણ સ્કિડ થતા ત્રણ ટાયર ફાટી ગયા હતા.અમદાવાદમાં સ્થિત ઈન્ટરનેશનલ એરપોર્ટ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે, જ્યાં એરપોર્ટના વિસ્તારમાં 2024માં બર્ડ હીટની 77 ઘટના બની હતી. જ્યારે ચાલુ વર્ષે પ્રથમ છ મહિનામાં આવી 29 ઘટના નોંધાઈ હતી. 12 જૂનના રોજ એર ઈન્ડિયાની ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની ગણતરીની સેકંડોમાં જ મેઘાણીનગર વિસ્તારમાં તૂટી પડી હતી. જેમાં વિમાનમાં સવાર 241 મુસાફરો સહિત કુલ 260 લોકોના મોત થયા હતા.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!