Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી જિલ્લામાં ૧૫૦૦ મેગા વોટ સોલર પ્લાન્ટનો ઉગ્ર વિરોધ : જમીન માપણી કરવા ગયેલી ટીમ-લોકો વચ્ચે ઘર્ષણ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સોનગઢના સાતકાશી વિસ્તારમાં ૧૫૦૦ મેગા વોટ સોલર પ્લાન્ટ માટેની કામગીરી અંગે પોલીસ કાફલા સાથે માપણી કરવા ગયેલી ટીમ સામે સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ વ્યાપ્યો હતો, સાતકાશી ગામ નજીકના ગોલણ ગામમાં ટીમ અને લોકો વચ્ચે ઘર્ષણ થતા પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે મંગળવાર નારોજ સોનગઢ તાલુકામાં જમીન માપણી મુદ્દે લોકટોળું અને સર્વે કરવા ગયેલી ટીમ વચ્ચે ઘર્ષણ થયું હતું. વિગત મુજબ સોનગઢ તાલુકામાં ૧૫૦૦ મેગા વોટ સોલર પ્લાન્ટ માટે સરવે તેમજ જમીન માપણી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. સોલર પ્લાન્ટ મુદ્દે વિરોધ કરી રહેલા લોકોએ પોલીસ કાફલા સાથે જમીન માપણી કરવા પહોંચેલી ટીમ સામે રોષ ઠાલવ્યો હતો, સાતકાસી નજીક ગોલણ ગામમાં જમીન માપણી માટે પહોંચેલી ટીમ અને લોકો વચ્ચે ઘર્ષણ થતા પોલીસે બળપ્રયોગ કર્યો હતો. પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ તથા ટીયર ગેસ છોડયા હતા. પરંતુ તેમ છતાં સ્થાનિક લોકોનો વિરોધ ચાલુ રહ્યા હતા, કેટલાક ટોળામાંથી લોકો પથ્થરમારો શરૂ કરતા હતા જેમાં જેમાં પીઆઈ અને પીએસઆઈ  ઘાયલ થયા હોવાની વિગત મળી છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો અને પોલીસ તથા સર્વેની ટીમ વચ્ચે ભારે તંગ પરિસ્થિતિને લીધે તંત્ર દ્વારા સર્વેની કામ બંધ કરાવવામાં આવ્યું હતું.