Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સુરત એરપોર્ટ ઉપરથી રૂપિયા 14 કરોડની કિંમતનો હાઈડ્રોપોનિક ડ્રગ્સના જથ્થા સાથે રાજસ્થાની યુવક ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત ડાયમંડ સિટીમાં એક નવો ટ્રેડ શરૂ થયો છે. એરપોર્ટ પરથી હાઈડ્રોપોનિક ડ્રગ્સ (ગાંજા) સાથે યુવકને ઝડપી લેવામાં આવ્યો છે. સુરત એરપોર્ટ ઉપરથી રૂપિયા 14 કરોડની કિંમતનો હાઈડ્રોપોનિક ડ્રગ્સ (ગાંજા)નો જથ્થો બાતમીના આધારે રાજસ્થાની યુવક સાથે ઝડપી લેવામાં આવ્યો છે. સુરત ડીઆરઆઈની બાતમીના આધારે એરપોર્ટ પર સ્થિત કસ્ટમ અધિકારીઓએ તેની ચકાસણી કરી હતી.

સુરત એરપોર્ટ ઉપરથી રૂપિયા 14 કરોડની કિંમતનો હાઈડ્રોપોનિક ગાંજા સાથે એક યુવક ઝડપાયો છે. સુરત DRI એ બાતમીના આધારે કસ્ટમના અધિકારીઓએ બેંગકોકથી આવેલા રાજસ્થાનના યુવકને અટકાવ્યો હતો. રાજસ્થાનના જયપુર ખાતે રહેતો એઝાઝ નામનો યુવક સુરત ફ્લાઇટમાં આવ્યો હતો. સુરત ડીઆરઆઈની બાતમીના આધારે એરપોર્ટ પર સ્થિત કસ્ટમ અધિકારીઓએ તેની ચકાસણી કરી હતી.આ ચકાસણી દરમિયાન તેના બેગમાંથી 14 કિલોનું હાઇડ્રોપોનિક ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ હાઇડ્રોપોનિક ગાંજાનો એઝાઝ એરપોર્ટ બહાર જ કોઈક વ્યક્તિને આપવાનો હતો. જેની ઓળખ માટે ડીઆરઆઈ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ ગાંજાની આંતરરાષ્ટ્રીય કિંમત 14 કરોડ આંકવામાં આવી છે. આરોપીની પૂછપરછ દરમિયાન વિગતો સામે આવી કે તે આ કામ પહેલીવાર કરી રહ્યો હતો. તેને એરપોર્ટની બહાર ઉભેલી કારમાં બેસી જવામાં કેહવામાં આવ્યું હતું. આરોપીને આ કારની બીજી કોઈ માહિતી હતી નહીં. હાલ DRIની ટીમ કાળા રંગની કાર અને તેના માલિક સુધી પહોંચવા તપાસ કરી રહી છે.