તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

બાળકોને એકલા લિફ્ટમાં મોકલતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

નવસારીમાં એક દુખદ ઘટના બની છે, જેમાં લિફટમાં બાળક ફસાઈ જતા તેનું મોત થયું છે, 3 વર્ષનું બાળક ફલેટની બહાર રમતું હતુ તે વખતે તે લિફટમાં ગયો અને ફસાઈ ગયો હતો જેના કારણે સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું છે, નવસારી ફાયર વિભાગે ઘટના સ્થળે જઈને બાળકનું રેસ્કયું કર્યુ હતુ અને બાળકને સારવાર માટે લઈ જવામાં આવ્યો પણ તે પહેલા જ તેણે જિંદગીને અલવિદા કહી દીધું હતુ.

નવસારીમાં 3 વર્ષના બાળકનું લિફ્ટમાં ફસાતા મોત થયું છે, બાળક રમતા રમતા લિફ્ટ અને દિવાલ વચ્ચે ફસાઈ ગયો હતો જેના કારણે તેનું મોત થયું છે, નવસારીના નિરવ એપોર્ટમેન્ટના બીજા માળે બાળક લિફટમાં ફસાયો હતો અને ભારે જહેમત કર્યા બાદ ફાયર વિભાગે બાળકને લીફટમાંથી બહાર કાઢયું હતુ અને તેનુ મોત થયું છે. નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં માતા ફ્લેટના દરવાજામાં લોક લગાવી રહી હતી. તે દરમિયાન માતા આવે તે પહેલા જ બાળકે બીજા માળેથી લિફ્ટ ચાલુ કરી દીધી હતી.માતા દરવાજાને લોક મારી રહી હતી અને તે દરમિયાન બાળક લીફટમાં ગયો હતો અને ખરાબ રીતે ફસાઈ ગયો હતો, તો ફાયર વિભાગે કટર મશીનથી લિફટનો દરવાજો ખોલી બાળકને બહાર કાઢયો હતો અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો પરંતુ તે પહેલા તેનું મોત થયું છે, ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી, બાળકના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.