Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Trending News: બિઝનેસમેનને જાળમાં ફસાવવા માટે ઘડાની અંદર સોનાના સિક્કા હોવાનો ફેક વીડિયો બતાવી,20 લાખની છેતરપિંડી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઓનલાઇન કે ઓફલાઇન ફ્રોડના કેસો વધી રહ્યા છે. મોટી મોટી વાતો કરીને તથા કરોડો રૂપિયાના સપના બતાવીને લોકો ફ્રોડ કરતા ખચકાતા નથી. ત્યારે તેલંગાણામાં એક આવી જ ઘટના સામે આવી છે. જેમાં એક બિઝનેસ મેનને સોનાના સપના બતાવીને લાખો રૂપિયા પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે.

શું છે આખી ઘટના જાણીએ વિગતવાર : સૂર્યાપેટ જિલ્લામાં ખજાનામાંથી સોનાનો ઘડો અને સોનાના સિક્કાના નામ પર એક બિઝનેસમેન પાસેથી 20 લાખની છેતરપિંડી કરી. વાત એવી છે કે સૂર્યાપેટના વ્યવસાયી નિમ્નાનગોટી વેંકટેશ્વરલુએ હૈદરાબાદ-વિજયવાડા રાષ્ટ્રીય રાજમાર્ગ નજીક હોટલ નિર્માણનું કાર્ય શરૂ કર્યુ છે.હોટલના નિર્માણ કાર્યમાં પસુપુલા ગણેશ અને ઓરસુ ચંતિલી નામના બે વ્યક્તિ કામ કરી રહ્યા હતા. તેઓએ બિઝનેસ પાસે ઘણા પૈસા જોયા અને તે બંનેની નિયત બગડી.બંનેએ બિઝનેસ મેનને છેતરવાનો પ્લાન બનાવ્યો.

આ બંને કામદારોએ બિઝનેસમેન વેંકટેશ્વરલુને એમ કહ્યું કે હોટલ નિર્માણના કાર્યમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન ખોદકામ સમયે સોનાના સિક્કા ભરેલા ઘડા મળ્યા હતા. એટલુ જ નહી. બિઝનેસમેનને પોતાની જાળમાં ફસાવવા માટે ઘડાની અંદર સોનાના સિક્કા હોવાનો ફેક વીડિયો પણ બતાવ્યો. તેઓએ કહ્યું કે માત્ર 20 લાખ રૂપિયામાં તેઓ આ સોનાના સિક્કા ભરેલા ઘડા આપશે. આ તરફ બિઝનેસ મેન પણ સોનાના સિક્કા ભરેલા ઘડા ખરીદવા તૈયાર થઇગયો.

આ ચાલક કામદારોએ 20 લાખ રૂપિયા લઇ લીધા પરંતુ પૈસા મળ્યા બાદ છેતરપિંડી કરનારાઓએ વેપારીને સોનાના સિક્કા ભરેલા ઘડા આપ્યા નહીં અને બનાવટી વાતો કહી.પછી જ્યારે બિઝનેસમેનને ખબર પડી કે તે છેતરપિંડીનો ભોગ બન્યો છે ત્યારે તે ચિવવેમલા પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી. ઘટનાને પગલે પોલીસે ચારેય ઠગીઓને ઝડપી લીધા છે. તેઓ પાસેથી 13.5 લાખ રૂપિયા કેશ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.