તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

પીએમ મોદી ચીનના પ્રવાસે : ચીનના રાષ્ટ્રપતિ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડાપ્રધાન જાપાન બાદ અત્યારે ચીનના પ્રવાસે પહોંચ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાત વર્ષ પછી ફરી એકવાર ચીનના પ્રવાસે ગયાં છે. જાપાનમાં પીએમ મોદીની યાત્રા દરમિયાન અનેક કરારો કરવામાં આવ્યાં છે. અત્યારે અમેરિકાએ ભારતને કમજોક કરવા માટે ટેરિફનો વાર કર્યો છે. જેથી ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ બાદ અનેક પ્રકારની હલચલ થઈ રહી છે. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ચાઈના યાત્રા ભારત માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

પીએમ મોદી આજે એટલે કે શનિવારે ચીનમાં બે દિવસીય યાત્રાએ પહોંચી ગયાં છે. ચીમના તિયાનજિનમાં યોજાઈ રહેલ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં પીએમ મોદી ખાસ હાજરી આપવાના છે. આ વર્ષે પણ પીએમ મોદીની આ યાત્રા ચીન સાથે કોઈ મોટા કરાર અંગે ધ્યાન ખેંચી રહી છે. નોંધનીય છે કે, આ યાત્રા દરમિયાન પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે બે વખત દ્વિપક્ષીય બેઠક કરવાના છે. પીએમ મોદી આ પહેલા 2018માં ચીનના પ્રવાસે ગયાં હતાં. 2018માં પણ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચીનના તિયાનજિનમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેની તસવીરો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઇજિંગ મુલાકાતને લઈને ચીન ખૂબ જ ઉત્સાહિત છે. ચીને પીએમ મોદીના સન્માનમાં રેડ કાર્પેટ પાથરી અને તિયાનજિનમાં તેમના આગમન પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મહત્વની વાત છે કે, અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ભારે ટેરિફ પછી પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે.