ડોલવણના બેડા રાયપુરા ગામે જય રાકેશભાઈ ચૌધરી માતા અને નાની બહેન સાથે ચૌધરી માતા અને નાની બહેન સાથે ચૌધરી ફળીયામાં રહેતો હતો અને ડોલવણ મામલતદાર કચેરીમાં મધ્યહન ભોજન વિભાગમાં કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. નોકરી પતાવી મિત્રોને મળી ગુરુવારે રાત્રે યામાહા કંપનીની બાઇક લઈને વ્યારા-ઉનાઈ હાઇવે નંબર 56 ઉપરથી ઘર તરફ જઈ રહ્યો હતો. દરમિયાન ડોલવણના વાંકલા ગામની સીમમાં ચર્ચની સામે રાત્રે 9:00 કલાકે એક ટ્રક ચાલાકે તેની ટ્રક રસ્તા પર પાછળ રીફલેકટર કે પાર્કિંગ લાઈટ ચાલુ કર્યા વગર અંધારામાં અડચણરૂપ ઉભી રાખી હોય તેની પાછળ જય ચૌધરી બાઈક લઈ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં જયને માથાના ભાગે તથા શરીરને ગંભીર ઈજા થતાં રસારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો જોકે તેનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે વિમલકુમાર ચૌધરીએ ડોલવણ પોલીસ મથકે ફરિયાદ આપી હતી.
તાજા સમાચાર
દક્ષિણ ભારતમાંથી સામાન્ય રીતે 1 જૂનની આસપાસ શરૂ થતું ચોમાસું આ વર્ષે વહેલું દસ્તક દઈ રહ્યું છે
|
ઉત્તરપ્રદેશનું ઈટાવા ૪૮ ડિગ્રી સાથે વિશ્વનું સૌથી ગરમ સ્થળ બન્યું
|
ગુલમર્ગ રોપ-વેમાં ટેકનિકલ ગરબડ થતાં ૩૦૦થી વધુ પ્રવાસીઓ ફસાઈ
|
ગોંડલ નજીક સર્જાયેલ ગંભીર અકસ્માતમાં બે મહિલાનાં ઘટના સ્થળ પર મોત, પાંચ જણાની હાલત ગંભીર
|
ગ્રીન કાર્ડ મેળવવા માટે ઘણા લોકોએ અમેરિકા છોડીને પોતાના દેશમાં પાછા આવીને અરજી કરવી પડશે
|
કાર્યક્ષમતા વધારવા અને સ્વચ્છ ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકારે કાનૂની મેટ્રોલોજી નિયમો, 2013માં સુધારો કર્યો
|


