સુરત શહેરમાં મોટા વરાછા લેન્ડ બ્રોકરને રૂ.2.50 લાખના ચેક રિટર્ન કેસમાં કોર્ટે 1 વર્ષની સજા અને રૂ.4.10 લાખનો દંડ કરતો હુકમ ફરમાવ્યો હતો. આ કેસની વિગત એવી હતી કે નાના વરાછા ગજાનન કોમ્પ્લેક્ષમાં રહેતા ભાવેશ ભીખા વાઘમશી જમીન દલાલી અને મીલકત બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ભાવેશ વાઘમશીના મોટા વરાછા સુદામા ચોક અભિષેક બિલ્ડીંગ-3માં રહેતા લેન્ડ બ્રોકર જીતેન્દ્ર સી.ભાખર સાથે મિત્રના સંબંધો હતો.
જીતેન્દ્રએ ધંધા માટે ભાવેશ વાઘમશી પાસેથી હાથ ઉંછીના નાણા માગ્યા હતા. જેથી રૂ.2.50 લાખ ભાવેશભાઈએ આપી મદદ કરી હતી. વાયદા પ્રમાણે ભાવેશભાઈએ પૈસાની માગણી કરી હતી. જેથી જીતેન્દ્રએ ચેકો આપ્યા હતા. જે ચેકો રિટર્ન થયા હતા. જેથી ભાવેશભાઈએ જીતેન્દ્ર સામે કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ કરી હતી. આ ફરિયાદ ચાલી જતા કોર્ટે આરોપી જીતેન્દ્રને 1 વર્ષની સજા અને રૂ.4.10 લાખનો દંડ કર્યો હતો.



