તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

સાધુના વેશમાં ફરતી ઠગ ટોળકી સક્રિય : ટોળકીએ 2 વૃદ્ધોને લૂંટ્યા, વશીકરણની આશંકા !

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રાજકોટ શહેરમાં સાધુના વેશમાં ફરતી ઠગ ટોળકી સક્રિય થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ ઠગ ટોળકીએ બે જગ્યાએ લૂંટ આચરી હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ શહેરમાં પહેલા બનાવ અયોધ્યા ચોકમાં અને બીજો બનાવ રેલનગરમાં બન્યો હતો. આરોપ એવો છે કે, આ ઠગ ટોળકી વશીકરણ કરીને લૂંટની ઘટનાને અંજામ આપે છે. બે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ રાજકોટ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી દીધી છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન અને પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાઈ છે.

ઘટનાની વાત કરવામાં આવે તો પહેલી ઘટના રાજકોટના અયોધ્યા ચોકમાં બની હતી. 63 વર્ષીય વૃદ્ધ પ્રફુલભાઈ વસાણી 150 ફૂટ રિંગ રોડ પર વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ વોકિંગ કરી રહ્યાં હતાં. આ દરમિયાન નંબર પ્લેટ વગરની એક સફેદ કાર આવીને તેમની પાસે ઊભી રહે છે. કારણ ત્રણ લોકો સવાર હતી. તેમાંથી એક વ્યક્તિ નીચે ઉતરીને કોઈ આશ્રમ માટે પૂછપરછ કરી હતી. આ દરમિયાન કારમાં સાધુના વેશમાં બેઠેલા એક વ્યક્તિએ 500 રૂપિયાની નોટ આપી હતી. જે બાદ પ્રફુલભાઈએ આ લોકોને 40,000ની કિંમતનો સોનાની ચેઈન અને રૂપિયા 30,000ની કિંમતની સોનાની વીંટી તે લોકોને આપી દીધી હતી. આ વસ્તુ લઈને ગઠિયા ફરાર થઈ ગયાં હતાં.

બીજો બનાવ શહેરના રેલનગર વિસ્તારમાં બન્યો હતો. અહીં 62 વર્ષીય પ્રીતમદાસ લાલચંદ થધાણી ગઈ કાલે સવારે 7 થી 7:30 વાગ્યાની વચ્ચે વૉકિંગ કરી રહ્યાં હતાં. ઓમ સુઝુકી પાસે નંબર પ્લેટ વગરની સફેદ કાર તેમની પાસે આવી હતી. આ કારમાં પણ સાધુના વેશમાં ત્રણ લોકો બેઠેલા હતાં. એક વ્યક્તિએ પ્રીતમભાઈને આજીડેમ ચોકડી તરફ જવાનો રસ્તો પૂછ્યો હતાં. અહીં પણ કારમાં બેઠેલા સાધુના વેશમાં બેઠેલા વ્યક્તિએ પ્રીતમદાસને 500 રૂપિયાની નોટ આપી હતી. ત્યાર બાદ પ્રીતમભાઈએ 30,000ની કિંમતની 4 ગ્રામની સોનાની વીંટી આપી તે લઈને ઠગ ટોળકી ફરાર થઈ ગઈ હતી.આ સમગ્ર ઘટના મામલે ગાંધીગ્રામ અને પ્રદ્યુમન નગર પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું એવું છે કે, બંને ઘટનાઓમાં આરોપીઓની મોડસ ઓપરેન્ડી એક સમાન જ છે. જેથી પોલીસે સત્વરે તપાસ શરૂ કરી છે. રાજકોટ પોલીસે અત્યારે લોકોને ખાસ અપીલને સાવધાન રહેવા કહ્યું છે. અત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરવી જોખમી સાબિત થઈ શકે છે.