તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

રાજ્યના બે જિલ્લાઓમાં આગ લાગવાની ઘટનાઓ : પાનોલી GIDCની આગના બનાવમાં કોઈ જાનહાનિ નહી, મહેસાણાની આગની ઘટનામાં બેનાં મૃત્યુ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાત રાજ્યના બે જિલ્લાઓમાં આગ લાગવાની ઘટનાઓ બની હતી, જેમાં ભરૂચની પાનોલી GIDCની સંઘવી ઓર્ગેનિક્સ પ્રા. લિમિટેડ તથા મહેસાણાના APN સલ્ફર પ્લાન્ટનો સમાવેશ થાય છે.  જોકે, પાનોલી GIDCની આગના બનાવમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મહેસાણાની આગની ઘટનામાં બે જણનાં મૃત્યુ થયા છે.

મહેસાણા-બહુચરાજી હાઈવે પાસે આવેલા સામેત્રા ગામ નજીક APN સલ્ફર પ્લાન્ટ આવેલો છે. આ પ્લાન્ટમાં મોડી રાત્રે વિકરાળ આગ લાગી હતી. જ્યારે આગ લાગી હતી ત્યારે છ મજૂર પ્લાન્ટમાં કામ કરી રહ્યા હતા.આગ લાગવાની ઘટનાને લઈને પોલીસ તથા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. પરંતુ ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા પ્લાન્ટના કર્મચારીઓએ સ્થાનિકોની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો.મહેસાણા ગ્રામ્ય પોલીસના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, સામેત્રા ગામ પાસેના સલ્ફર પ્લાન્ટમાં રાત્રે લગભગ 3 વાગ્યે આગ લાગી હતી. જ્યાં નાઈટ શિફ્ટમાં કુલ 6 લોકો કામ કરી રહ્યા હતા. આગ પર કાબૂ મેળવ્યા બાદ બે મજૂરના સળગેલા મૃતદેહ મળી આવ્યા છે. જેમની ઓળખ મનીષ અને ફૂલચંદ તરીકે કરવામાં આવી છે, જે પૈકીનો મનીષ બિહાર અને ફૂલચંદ મહારાષ્ટ્રનો વતની હતો. આ સિવાય બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્લાન્ટમાં આગ કેવી રીતે લાગી તેનું કારણ જાણવા અમે વધુ તપાસ હાથ ધરી છે.ભરૂચની પાનોલી GIDC ખાતેની સંઘવી ઓર્ગેનિક્સ પ્રા. લિ.માં આજે સવારે ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ છે કે, તેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી આકાશમાં દેખાઈ રહ્યા હતા.ભીષણ આગની ઘટનાને લઈને સ્થાનિક પોલીસ સહિત ફાયર બ્રિગેડ વિભાગની 15 ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની શરૂઆત કરી હતી. જોકે, આ દુર્ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી, પરંતુ આ બંને આગના બનાવને કારણે ફાયર બ્રિગેડ પ્રશાસન દોડતું થઈ ગયું હતું.