Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Latest News Tapi : સોનગઢ નગરમાં જમીન પર કબજો જમાવનાર ત્રણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો નોંધાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સોનગઢ નગરમાં જમીન પર કબજો જમાવનાર ત્રણ લોકો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો નોંધાયો છે. મળતી વિગતો અનુસાર ફરિયાદી મયંકભાઇ કીરીટભાઇ જોષી તે સ્વ.ચંદ્રિકાબેન કિશોરચંદ્ર જોષીના કુલમુખત્યાર (ઉ.વ.૫૭ રહે. ૨૦૩, વિશ્વાભવન નવાગામ વાણીયા ફળિયું તા.સોનગઢ) નાઓની માલિકીની બ્લોક/સર્વે નં.૫૧/૧ અને સી.સ.નં. ૨૯૧૪, ક્ષેત્રફળ ૩૯૯.૩૨ ચો.મી. વાળી જમીનમાં રામદેવપીરની ડેરી (મંદિર) બનાવી તેને ફરતે પતરાનો શેડ નાખી ગેરકાયદેસર કબ્જો કર્યો હતો.

આ જમીન પરનો કબ્જો છોડવા મયંકભાઇ જોષીએ આરોપીઓને અવાર નવાર જમીન ખાલી કરવા સમજાવવા છતાં આરોપીઓએ જમીન ખાલી કરી નહતી અને મયંકભાઇ જોષીની માલિકીની જમીન પર સને-૧૯૭૦-૭૧ થી તા.૦૯/૧૨/૨૦૨૫ સુધી ગેરકાયદેસર રીતે કબ્જો કરી રાખી જમીન પચાવી પાડી હતી. આ મામલે મયંકભાઇ કીરીટભાઇ જોષીની ફરિયાદના આધારે સોનગઢ પોલીસ મથકે તા.૦૯મી ડીસેમ્બર નારોજ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ ની કલમ-૩, ૪(૩), ૫(ગ) મુજબ ત્રણ સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

કોની કોની સામે ગુન્હો નોંધાયો ? :  (૧) પન્નાભાઇ ગુલાબભાઈ મોરે (૨) દુર્ગાબેન ગુલાબભાઈ મોરે (૩) બાઇસીબેન દાદુભાઇ મોરે ત્રણેય રહે.ભુવનેશ્વરી પેટ્રોલપંપની બાજુમાં નેશનલ હાઇવેના સર્વિસ રોડ, નયનદિપ કોમ્પલેક્ષ પાસે તા.સોનગઢ

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!