Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Latest News Gujarat: બંદોબસ્ત અર્થે આવેલી એસઆરપીની ટુકડીના બસના ડ્રાઈવર નું હૃદયરોગના હુમલાથી મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કચ્છના ધોરડો ખાતે ચાલી રહેલા રણોત્સવમાં બંદોબસ્ત અર્થે ભચાઉથી આવેલી એસઆરપીની ટુકડીના બસના ડ્રાઈવર એવા મહોબતસિંહ ખેંગારજી સોઢા (ઉ.વ. ૪૬)નું હૃદયરોગના હુમલાથી મોત થતાં ગમગીની પ્રસરી હતી.

ધોરડોના સફેદ રણમાં દર વર્ષે યોજાતા રણોત્સવ દરમ્યાન વિવિધ પોલીસ જવાનો ઉપરાંત ભચાઉથી એક એસઆરપીની ટુકડી બંદોબસ્ત અર્થે આવે છે. આ ટુકડીની બસના ડ્રાઈવરનાં સ્થાને અન્ય ડ્રાઈવર એવા મહોબતસિંહ સોઢા (રહે. પોલીસ લાઈન, એસઆરપી,ભચાઉ) આવ્યા હતા અને ગઈકાલે સાંજે ધોરડો પોલીસ મથકના મેદાનમાં સ્ટેજ ઉપર હતા ત્યારે અચાનક બેભાન થઈ ગયા હતા. તેઓને ૧૦૮ મારફત પ્રથમ ભીરંડિયારા, ત્યારબાદ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ અવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.પ્રાથમિક તપાસમાં તબીબે હૃદયરોગના હુમલાથી મોત થયાનું કારણ દર્શાવ્યું હતું. મૃતકના પરિવારમાં તેના અન્ય ભાઈઓના પણ મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયાની વિગતો સંબંધિતો પાસેથી મળી હોવાનું બી-ડિવિઝન પોલીસના પીએસઆઈ કે. એચ.આહીરે જણાવ્યું હતું.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!