સુપ્રિમ કોર્ટ દ્વારા સ્કૂલોમાં અભ્યાસ કરતી છોકરીઓ માટે મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં વિદ્યાર્થિનીઓ ઓ માટે અલગ શૌચાલય અને સેનિટરી પેડ પૂરા પાડવાનો આદેશ આપ્યો હતો.તમામ રાજ્ય સરકારોને ત્રણ મહિનાની અંદર તેનું પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ ચુકાદો શાળાઓમાં માસિક સ્રાવ દરમિયાન છોકરીઓને પડતી સમસ્યાઓ અંગે દાખલ કરવામાં આવેલી અરજી બાદ આપવામાં આવ્યો છે.આ અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે, બંધારણના અનુચ્છેદ 21 હેઠળ જીવન જીવવાના અધિકારમાં માસિક ધર્મના સ્વાસ્થ્યનો અધિકાર શામેલ છે.
આ મહત્વપૂર્ણ અવલોકન સાથે કોર્ટે તેના આદેશમાં અન્ય ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પણ રજૂ કર્યા. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ નિર્ણય ફક્ત સિસ્ટમમાં રહેલા લોકો માટે જ નહીં, પરંતુ એવા વર્ગખંડો માટે પણ છે જ્યાં છોકરીઓ મદદ લેતા અચકાય છે. તેમજ શિક્ષકો માટે પણ છે જે મદદ કરવા માંગે છે પરંતુ સંસાધનોના અભાવે તેમ કરવામાં અસમર્થ છે.સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ આદેશ એવા માતાપિતા માટે પણ છે જેઓ તેમના મૌનને સમજી શકતા નથી.તેમજ સમગ્ર સમાજ માટે પણ છે.જેમાં પ્રગતિ સાથે આપણે સૌથી સંવેદનશીલ લોકોનું રક્ષણ કેવી રીતે કરી શકીએ છીએ. કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે અમે આ સંદેશ દરેક એવી છોકરીઓને પણ મોકલવા માંગીએ છીએ જે શાળાએ જઈ શકતી નથી કારણ કે તેના શરીરને બોજ સમજવામાં આવે છે. પરંતુ તેમાં તેની કોઈ ભૂલ નથી. કોર્ટે જણાવ્યું હતું કે કોર્ટ અને કાનૂની સમીક્ષા અહેવાલોથી આગળ આ સંદેશ સમાજના દરેક વર્ગ સુધી પહોંચવો જોઈએ.
આ ઉપરાંત કોર્ટે તેના આદેશમાં જણાવ્યું કે, તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ એ બાબત સુનિશ્ચિત કરે કે દરેક સરકારી અથવા ખાનગી શાળામાં છોકરીઓ માટે અલગ શૌચાલય અને પાણીની સુવિધા ઉપલબ્ધ છે. તમામ નવી શાળાઓમાં પ્રાઈવસી સુનિશ્ચિત કરવામાં આવે.તેમજ તેમાં દિવ્યાંગજનો માટેના સંકેતો પણ ધ્યાન રાખવા આવે. તેમજ બધા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સુનિશ્ચિત કરે કે દરેક શાળાના શૌચાલય પરિસરમાં બાયોડિગ્રેડેબલ સેનિટરી પેડ ઉપલબ્ધ હોય. તેમજ માસિક ધર્મ સંબંધિત આકસ્મિક સ્થિતીને પહોંચી વળવા માટે વધારાના યુનિફોર્મ અને અન્ય આવશ્યક સામગ્રીઓ માટે માસિક ધર્મ સ્વચ્છતા પ્રબંધન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવે.



