Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Latest News Gujarat : કેન્દ્રીય બજેટમાં ગિફ્ટ સિટીને લઈ શું થઈ જાહેરાત?

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દેશની પ્રથમ સ્માર્ટ સિટી ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)માં રોકાણકારોને આકર્ષવા બજેટમાં મોટી જાહેરાત થઈ હતી. જે મુજબ ગિફ્ટ સિટીમાં 20 વર્ષ માટે ટેક્સમાં છૂટ આપવામાં આવી હતી. કેન્દ્રીય બજેટની જાહેરાતો અનુસાર, GIFT સિટીમાં સ્થપાયેલા એકમો હવે 20 વર્ષના ટેક્સ હોલિડે (કર મુક્તિ) માટે પાત્ર બનશે, જે અગાઉના 10 વર્ષના લાભ કરતા બમણો છે. ફાઇનાન્સ બિલમાં જણાવ્યા મુજબ, આ ટેક્સ હોલિડેનો સમયગાળો પૂરો થયા પછી, આ એકમો પર 15% ના રાહત દરે ટેક્સ લાગશે.

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે, ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટરની સ્પર્ધાત્મકતા વધારવા માટે, સેક્શન 147 હેઠળ કપાતનો સમયગાળો વધારીને 25 વર્ષમાંથી 20 સતત વર્ષો માટે અને OBU (ઓફશોર બેંકિંગ યુનિટ્સ) માટે 20 સતત વર્ષો કરવાની દરખાસ્ત છે. કપાતનો સમયગાળો પૂરો થયા પછી IFSC ના આ એકમોની વ્યવસાયિક આવક પર 15% ના દરે ટેક્સ લેવામાં આવશે. તેની સરખામણીમાં, ભારતમાં અન્ય સ્થળોએ કાર્યરત વિદેશી કંપનીઓએ તેમની આવક પર અંદાજે 35% ટેક્સ ચૂકવવો પડે છે. તેની સામે GIFT સિટીમાં માત્ર 15% ટેક્સ એક મોટું આકર્ષણ બનશે. સરકારે ટ્રેઝરી સેન્ટર્સ માટે ડીમ્ડ ડિવિડન્ડ ની જોગવાઈઓને તર્કસંગત બનાવવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે.

ગાંધીનગરમાં આવેલું GIFT સિટી ભારતનું પ્રથમ ‘ઓફશોર-સ્ટાઈલ’ ફાઇનાન્શિયલ સેન્ટર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. આ નિર્ણયને આવકારતા GIFT સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ CEO સંજય કૌલે જણાવ્યું હતું કે, આ બજેટ દેશના પ્રથમ IFSC માંથી વ્યવસાય કરતા એકમો માટે લાંબા ગાળાની ટેક્સ નિશ્ચિતતા પ્રદાન કરે છે, જે ભારતની ઓફશોર નાણાકીય સ્પર્ધાત્મકતામાં વધારો કરશે. આ પગલાં GIFT સિટીને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક નાણાકીય ડેસ્ટિનેશન તરીકે વધુ મજબૂત બનાવશે.ઉલ્લેખનીય છે કે 2026ની શરૂઆતમાં ગિફ્ટ સિટીમાં ઈન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરવામાં આવી હતી. જે દેશમાં સ્થપાયેલું પ્રથમ ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશન હતું. ગુજરાત સરકાર, ભારત સરકાર અને ઉદ્યોગોની ભાગીદારીથી પીપીપી મોડલ પર IAIRO 1 જાન્યુઆરી 2026થી કાર્યરત થયું હતું.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!