Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

રશિયાએ ડ્રોન અને મિસાઈલો ઝિંકતા યુક્રેનમાં મોટી તબાહી સર્જાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અબુધાબીમાં શાંતિ ચર્ચા યોજાય તે પહેલા રશિયાએ યુક્રેન પર ભયાનક હુમલો કર્યો છે. રશિયાએ 450 ડ્રોન અને 70 મિસાઈલો ઝિંકતા યુક્રેનમાં મોટી તબાહી સર્જાઈ છે. હુમલાના કારણે પાંચ રાજ્યોમાં અંધારપટ થવાની સાથે વિજળી અને પાણી ઠપ્પ થઈ ગયા છે. એટલું જ નહીં 1100 બિલ્ડિંગોને પણ અસર થઈ છે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડિમિર ઝેલેન્સ્કીએ આજે કહ્યું છે કે, ‘રશિયાએ આખી રાત યુક્રેન પર મોટો હુમલો કર્યો છે. તેણે 450 રેન્જના ડ્રોન અને 70 મિસાઈલો ઝીંકી છે. રશિયાએ યુક્રેનના પાંચ રાજ્યોમાં વીજળી ગ્રીડને નિશાન બનાવી છે.

રશિયા અમારા નાગરિકોને કડકડતી ઠંડીમાં વીજળી, પાણી અને હીટિંગ જેવી મહત્ત્વની સુવિધાઓથી વંચિત રાખવા માંગે છે. હુમલામાં 10 લોકોને ઈજા થઈ છે. રશિયા વ્હૂયાત્મક રસ્તો અપનાવવાના બદલે લોકોને ડરાવવામાં વિશ્વાસ રાખે છે. ઝેલેન્સ્કીએ પોતાના સહયોગી દેશોને વધુમાં વધુ હથિયારો મોકલવાની અને રશિયા પર દબાણ વધારવાની અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતાથી બંને દેશો વચ્ચે સંયુક્ત આરબ અમીરાતના અબુધાબીમાં ટૂંક સમયમાં શાંતિ વાર્તા માટે બેઠક યોજાવાની છે, જોકે તે પહેલા રશિયાએ ભયાનક હુમલો કરતા બેઠક પર સંકટના વાદળો છવાઈ ગયા છે. બંને દેશો વચ્ચે છેલ્લા ચાર વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. 24 ફેબ્રુઆરી-2022થી યુદ્ધ શરૂ થયા બાદ યુદ્ધવિરામ માટે રશિયા-યુક્રેન વચ્ચે અનેક બેઠકો યોજાઈ ચુકી છે, જોકે એકપણ બેઠકમાં હજુ સુધી તેનો નિવેડો આવ્યો નથી.(file photo)

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!