ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા સગીર બાળાને વાલીપણામાંથી ભગાડી જઇને તેના પર દુષ્કર્મ આચરવાના ગુના સબબનો કેસ ચાલી જતાં ચૂકાદો આપવામાં આવ્યો હતો. જેમાં આરોપીને ૨૦ વર્ષની કેદ ભોગવવા આદેશ આપવામાં આવ્યો હતો. તેની સાથે જ અદાલત દ્વારા ભોગ બનનારને રૂપિયા ૪ લાખ વળતર ચૂકવવા માટે પણ આરોપીને આદેશ આપવામાં આવ્યો હતો. ચકચાર જગાવનારા આ કિસ્સામાં આંખ ઉઘાડનારો ચૂકાદો આવ્યો છે.
બનાવની વિગત એવી છે કે, ઉત્તરપ્રદેશના બુલંદશહર જિલ્લાનો વતની આરોપી કાંતી ઉર્ફે ચેતન નેત્રપાલ શર્માએ મોટેરા સ્ટેડિયમ પાસે રહેતી ૧૩ વર્ષ અને ૮ માસની સગીરાને લલચાવી, ફોસલાવીને તેના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કર્યુ હતી. 
સરકારી વકીલ દ્વારા દલીલોમાં જણાવાયુ હતું, કે સમાજમાં આવા દાખલારૃપ સજાના કિસ્સા જરૃરી છે જેથી ભવિષ્યમાં આવા ગુનાઓ અટકે. કોર્ટે તમામ પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખી સજા ફટકારી હતી. તેમાં દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ૨૦ વર્ષની સખત કેદ અને રૃપિયા ૧૦,૦૦૦ દંડ. અપહરણ બદલ ૧ વર્ષ અને ૩ વર્ષની સખત કેદ તેમજ રૃપિયા ૧૦,૦૦૦ દંડ કરાયો છે. ઉપરાંત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભોગ બનનારને રૃપિયા ૪ લાખનું વળતર ચૂકવવાનો આદેશ કરાયો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો આરોપી દંડની રકમ નહીં ભરે તો તેણે વધારાની ૭ માસની કેદની સજા ભોગવવાની રહેશે.



