અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે સોનાની હેરાફેરીનું એક મોટું રેકેટ ઝડપ્યું છે. દુબઈથી આવેલી એક ફ્લાઈટમાં ભારતીય પેસેન્જરની શંકાસ્પદ હિલચાલને આધારે અટકાયત કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જ પેસેન્જર પાસેથી આશરે 96 લાખની કિંમત ધરાવતી સોનાની લગડીઓ મળી આવતા એરપોર્ટ પર ફફડાટ મચી ગયો હતો. 
તેણે પોતાના અન્ડરવિયરમાં ખાસ ખિચ્ચા બનાવીને બે ગોલ્ડ બાર સંતાડ્યા હતા, પરંતુ જ્યારે અધિકારીઓએ તેની તપાસ કરી ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી હતી. પેસેન્જરે બાકીનું સોનું પોતાના અંડરવેરની અંદર છુપાવી રાખ્યું હતું. કુલ 324.14 ગ્રામ વજન ધરાવતી ત્રણ સોનાની લગડીઓ જપ્ત કરવામાં આવી છે, જેની શુદ્ધતાની ચકાસણી બાદ કસ્ટમ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલમાં કસ્ટમ વિભાગ દ્વારા પકડાયેલા પેસેન્જરની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. અધિકારીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, આ સોનાનો જથ્થો કોને પહોંચાડવાનો હતો અને શું આની પાછળ કોઈ ઈન્ટરનેશનલ સ્મગલિંગ ગેંગ સક્રિય છે કે નહીં. અંડરવેરમાંથી મળી આવેલા વધારાના સોનાના જથ્થાનું મૂલ્ય નક્કી કરવા માટે પણ તપાસ કરવામાં આવી હતી.



