Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Crime : કારમાં ગીત વગાડવા જેવી નજીવી બાબતે બે જૂથો સામસામે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમદાવાદ જિલ્લાનાં બાવળા તાલુકાનાં ઝેકડા ગામે કારમાં ગીત વગાડવા જેવી નજીવી બાબતે બે જૂથો સામસામે આવી જતાં ભારે હિંસા ફાટી નીકળી હતી. બંને પક્ષો દ્વારા કરાયેલા પથ્થરમારામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે, જ્યારે વાહનોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. મળતી માહિતી અનુસાર, ઝેકડા ગામે એક કારમાં ગીતો વાગી રહ્યા હતા, જેનો અવાજ ધીમો રાખવાનું કહેતા બોલાચાલી શરૂ થઈ હતી.

સામાન્ય બોલાચાલીએ જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને પક્ષના લોકો લાકડીઓ અને પથ્થરો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. બંને જૂથોએ એકબીજા પર આડેધડ પથ્થરમારો શરૂ કર્યો હતો. આ અથડામણમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. હુમલા દરમિયાન કારના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા. ઘટના દરમિયાન ગામમાં એવી વાતો વહેતી થઈ હતી કે, મામલો એટલો બિચક્યો હતો કે હવામાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે. જોકે, પોલીસે તાત્કાલિક આ અફવાનું ખંડન કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ કેરાળા GIDC પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આમ, પોલીસે બંને પક્ષના અંદાજે 8થી 9 વ્યક્તિઓ સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!