Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડની કામગીરી : દરિયામાંથી 200 કિલોથી વધુ નશીલા પદાર્થોનો જથ્થો પકડ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડે ફરી એકવાર પાણી ફેરવી દીધું છે. એક સંયુક્ત ઓપરેશનમાં પોરબંદરના દરિયાઈ વિસ્તારમાંથી અંદાજે 200 કિલોથી વધુ નશીલા પદાર્થોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડો રૂપિયા હોવાનો અંદાજ છે. ગુજરાત એટીએસને ચોક્કસ બાતમી મળી હતી કે, દરિયાઈ માર્ગે ડ્રગ્સનો એક મોટો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવનાર છે. આ માહિતીના આધારે ભારતીય કોસ્ટ ગાર્ડની મદદ લેવામાં આવી હતી અને મધદરિયે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

પોરબંદરના દરિયાઈ સીમામાં શંકાસ્પદ રીતે હિલચાલ કરતી એક બોટને સુરક્ષા એજન્સીઓએ આંતરી હતી. બોટની તપાસ કરતા તેમાંથી 200 કિલોથી વધુ ડ્રગ્સ મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ નશીલા પદાર્થોનો જથ્થો ઈરાનથી લાવવામાં આવી રહ્યો હતો. પોલીસે બોટમાં સવાર બે ઈરાની શખ્સોની ધરપકડ કરી છે. આ શખ્સો ડ્રગ્સનો જથ્થો ગુજરાતના દરિયાકાંઠે કોને પહોંચાડવાના હતા અને આ આંતરરાષ્ટ્રીય રેકેટના તાર ક્યાં જોડાયેલા છે, તે દિશામાં એટીએસ દ્વારા સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!