Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અજાણ્યા વાહણની ટક્કરે યુવકનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કલોલના બિલેશ્વરપુરા હાઇવે ઉપર પૂરઝડપે નીકળેલ એક વાહન ચાલકે અહીંથી પસાર થઈ રહેલા યુવકને ટક્કર મારી હતી આ અકસ્માતમાં તેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવતા તેનું મોત થયું હતું.

બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી હતી. મળતી માહિતી મુજબ, બિલેશ્વરપુરા હાઇવે ઉપર આવેલા હેવી મેટલ  કંપનીમાં કામ કરતો કામદાર ભોલો જમી ને હાઇવે ઉપર પડીકી ખાવા માટે આવ્યો હતો અને હોટલ પાસેથી પડીકી લઈને પસાર થઈ રહ્યો હતો. તે સમયે પૂરઝડપે નીકળેલા અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર મારી હતી આ અકસ્માતમાં તેને ગંભીર ઇજાઓ પહોંચતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનો ગંભીર ઇજાઓના પગલે મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી હતી.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!