Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

હિમાચલ પ્રદેશમાં પ્રવેશતા વાહનોનાં એન્ટ્રી ટેક્સમાં વધારો કરવામાં આવ્યો, જાણો કેટલો થયો છે વધારો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આર્થિક સંકટનો સામનો કરી રહેલી હિમાચલ પ્રદેશની સુખવિંદર સિંહ સુખુ સરકારે રાજ્યની આવક વધારવા માટે મોટો નિર્ણય લીધો છે. હવે અન્ય રાજ્યોમાંથી હિમાચલ પ્રદેશમાં પ્રવેશતા વાહનો પર લેવામાં આવતા એન્ટ્રી ટેક્સમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. સરકારની નવી બેરિયર નીતિ મુજબ, ટેક્સના દરમાં અઢી ગણા સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે, જે 1 એપ્રિલથી અમલી બનશે. જોકે, હિમાચલ પાસિંગ ધરાવતા વાહનોને આ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. જેમાં નવા નિયમો મુજબ, પ્રવાસીઓ અને વ્યાપારી વાહનો પર બોજ વધશે.

જેથી સામાન્ય વાહનો: પહેલા 70 રૂપિયા લેવાતા હતા, જે હવે વધારીને 170 રૂપિયા કરી દેવાયા છે, હેવી વાહનો ટેક્સ 720 રૂપિયાથી વધારીને 900 રૂપિયા કરવામાં આવ્યો છે, જેસીબી અને કન્સ્ટ્રક્શન મશીનરી: 570 રૂપિયાથી વધારીને 800 રૂપિયા કરાયો છે અને ટ્રેક્ટર એન્ટ્રી ફી 70 રૂપિયાથી વધારીને 100 રૂપિયા કરવામાં આવી છે તથા ડબલ એક્સલ બસ અને ટ્રક આમાં કોઈ ફેરફાર કરાયો નથી, તેનો દર 570 રૂપિયા યથાવત્ રાખવામાં આવ્યો છે. આમ, હિમાચલ પ્રદેશના કુલ 55 એન્ટ્રી પોઇન્ટ્સ પર આ નવા રેટ્સ લાગુ થશે.

આ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે સરકાર હવે બેરિયર પર ફાસ્ટેગ સિસ્ટમ લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવી છે જે હરાજી અને કોન્ટ્રાક્ટની પ્રક્રિયા પર દેખરેખ રાખશે. હિમાચલ પ્રદેશ હાલમાં ગંભીર આર્થિક દબાણ હેઠળ છે. સરકારી કર્મચારીઓના પગાર, પેન્શન અને રાજ્યના વિકાસ કાર્યો માટે વધુ નાણાંની જરૂરિયાત હોવાથી સરકારે આવકના નવા સ્ત્રોત શોધવા પર ભાર મૂક્યો છે. સરકારને આશા છે કે આ ટેક્સ વધારાથી રાજ્યની તિજોરીમાં મોટું ભંડોળ જમા થશે. હિમાચલ પ્રદેશ પ્રવાસીઓનું માનીતું સ્થળ હોવાથી દર વર્ષે લાખો લોકો અહીં મુલાકાતે આવે છે. એન્ટ્રી ફીમાં વધારો થવાથી પ્રવાસીઓના ખર્ચમાં થોડો વધારો થશે. જોકે અધિકારીઓ આ રકમને નજીવી ગણાવી રહ્યા છે.