Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Police Investigation : સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક સ્લીપ ખાઈ કેનાલના પાણીમાં ખાબકતાં એક બાળકનું મોત, પોલીસ તપાસ શરૂ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગર નજીક અંબાપુર કેનાલ રોડ પર એક અકસ્માત સર્જાયો હતો. જેમાં રસ્તા પર અચાનક શ્વાન આડું ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં એક પિતાએ પોતાના બે પુત્રોનાં જીવ ગુમાવ્યા હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં એક પુત્રનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે બીજાની શોધખોળ હજુ પણ ચાલુ હતી.

મળતી માહિતી મુજબ, રાજુભાઈ ઠાકોર પોતાના બે પુત્રો  યશ અને મનદીપ સાથે બાઈક પર પસાર થઈ રહ્યા હતા. અંબાપુર કેનાલ રોડ પરથી પસાર થતી વખતે અચાનક એક શ્વાન આડું ઉતર્યું હતું અને ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક જોરદાર સ્લીપ ખાઈને સીધું કેનાલના પાણીમાં ખાબક્યું હતું અને બાઈક કેનાલમાં પડતા જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં પિતાનો આબાદ બચાવ થયો હતો અને તેમને પાણીમાંથી બહાર કાઢી લેવાયા હતા.

પરંતુ પાણીનો પ્રવાહ તેજ હોવાથી તેમના બંને પુત્રો પિતાની નજર સામે જ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સંતાનોને નજર સામે ડૂબતા જોઈ પિતાની હાલત અત્યંત કફોડી બની હતી. જયારે બીજી તરફ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. લાંબી શોધખોળ બાદ મોટા પુત્ર યશ ઠાકોરનો મૃતદેહ ઘટના સ્થળેથી દૂર કડી પાસે આવેલી કરણનગર કેનાલમાંથી મળી આવ્યો છે. જ્યારે અન્ય પુત્ર મનદીપ ઠાકોર હજુ પણ લાપતા છે. તેને શોધવા માટે તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન જારી રાખવામાં આવ્યું હતું. આ અકસ્માત અંગે અડાલજ પોલીસે ગુન્હો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી.