તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Latest News: તમાકુના ધંધા સાથે સંકળાયેલા નગરિયા પરિવાર પર EDના દરોડા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમદાવાદ શહેરમાં તમાકુના ધંધા સાથે સંકળાયેલા નગરિયા પરિવાર પર EDએ રેડ પાડી હતી.તમાકુના ધંધા સાથે જોડાયેલા અનસ ગ્રુપ પર સપાટો બોલાવ્યો હતો. શહેરના નવ જેટલા સ્થળોએ પાડવામાં આવેલા દરોડમાં એમ્બર, ઉમદા અને સમા ફિલ્ટર ખૈની જેવી બ્રાન્ડ્સના ઉત્પાદકો અને તેમના ભાગીદારોને ત્યાં તપાસનો ધમધમાટ જોવા  મળ્યો હતો. ફેમાના ઉલ્લંઘન હેઠળ કરાયેલી આ તાપસમાં એજન્સીને મોટા પ્રમાણમાં બેનામી નાણાકીય વ્યવહારો અને વિદેશી મિલકતોના પુરાવા હાથ લાગ્યા હતો.

સ્થળ પરથી 1.01 કરોડની રોકડ સાથે લાખોનું વિદેશી ચલણ અને કરોડોની કિંમતનું સોનું-ચાંદી જપ્ત કરવામાં આવ્યું હતું. તપાસમાં અનસ ગ્રુપના ભાગીદારો અને તેમના પરિવારના સભ્યોની દુબઈમાં પણ મોટું રોકાણ અને પ્રોપર્ટી હોવાનું સામે આવ્યું છે. જપ્ત કરાયેલા 1.6 કિલો સોનાના બાર પર વિદેશી ચિન્હો હોવાથી આ કેસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાકીય હેરાફેરી થઈ હોવાની આશંકા વધુ પ્રબળ બની છે.આ દરોડાની વિગતો આપતા ED તરફથી કહેવામાં આવ્યું છે, ‘કુલ 1.01 કરોડ રૂપિયા રોકડા અને 33.34 લાખ રૂપિયાની આસપાસ વિદેશી ચલણ જપ્ત કર્યું છે. આ ઉપરાંત, 2.5 કરોડ રૂપિયાની કિંમતના 1.6 કિલો વિદેશી માર્કિંગવાળા સોનાના બિસ્કિટ અને 2 કરોડ રૂપિયાની કિંમતના 80 કિલો ચાંદીના બાર મળી આવ્યા છે. મહત્વનું છે કે EDએ રોકડ અને કિંમતી ધાતુઓ ઉપરાંત અનેક વાંધાજનક દસ્તાવેજો અને રેકોર્ડ્સ પણ કબજે કર્યા છે, જે અનસ ગ્રુપના ભાગીદારો દ્વારા કરવામાં આવેલા વિદેશી રોકાણોના પુરાવા આપે છે.