તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Latest News: એરપોર્ટ પર અઠવાડિયામાં બીજી વખત પેસેન્જરના પેટમાંથી સોનાની કેપ્સ્યૂલ નીકળી !

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમદાવાદ શહેરના એરપોર્ટ પર અઠવાડિયામાં બીજી વખત પેસેન્જરના પેટમાંથી સોનાની કેપ્સ્યૂલ નીકળી હતી. એર અરેબિયાની ફ્લાઈટમાં આવેલા એક મુસાફરની પૂછપરછ અને તલાશી લેતા તેને પોતાના પેટમાં સોનાની કેપ્સ્યૂલ છુપાવી હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ કોર્ટના આદેશથી સિવિલ મોકલાયો હતો. જ્યાં મળમાંથી 5 લાખની કિંમતની 37 ગ્રામની ગોલ્ડની ત્રણ કેપ્સૂલ મળી આવી હતી.

અબુ ધાબીથી એર અરેબિયાની ફ્લાઇટમાં આવેલા ફખરુદ્દીન નામના પેસેન્જર પાસેથી લાખોની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. ગત 19 ફેબ્રુઆરી 2026ના રોજ અબુ ધાબીથી અમદાવાદ ઉતરેલા ફખરુદ્દીન નામના મુસાફરની શંકાના આધારે અટકાયત કરવામાં આવી હતી. કસ્ટમ્સની કડક પૂછપરછમાં મુસાફરે કબૂલાત કરી હતી કે તેણે સોનાની વસ્તુઓ ગળીને પોતાના શરીરમાં છુપાવી છે. આ ગંભીર બાબતને ધ્યાને લઈ અમદાવાદના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના આદેશ બાદ મુસાફરને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.હોસ્પિટલમાં દાખલ કર્યાના પાંચ દિવસ બાદ, 24મી ફેબ્રુઆરીના રોજ મેડિકલ રિપોર્ટમાં જાણવા મળ્યું કે મુસાફરના શરીરમાંથી ત્રણ આકાર વગરના સોનાના બાર મળી આવ્યા છે. મુસાફરે મળ વાટે આ સોનાના ટુકડા બહાર કાઢ્યા હતા, ત્યારબાદ હોસ્પિટલે તેને રજા આપી હતી.

કસ્ટમ્સ વિભાગે સરકારી મૂલ્યાંકનકાર પાસે આ સોનાની તપાસ કરાવી હતી. તપાસમાં આ સોનીની બજાર કિંમત આશરે ₹5,01,827 હોવાનું સામે આવ્યું હતું.  મુસાફરે કસ્ટમ્સ વિભાગને જાણ કર્યા વિના ગેરકાયદેસર રીતે સોનાની દાણચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાથી તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ પહેલા પહેલા 19 ફેબ્રુઆરીએ એક પેસેન્જરના પેટમાંથી 21 લાખ રૂપિયાનું સોનું મળી આવ્યું હતું. આ અગાઉ યુગાન્ડાની મહિલાના શરીરમાં છુપાવેલી હેરોઇન ભરેલી 79 કેપ્સ્યુલ કબજે કરવામાં આવી હતી.