તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Latest News: માર્ચ મહિનામાં આ દિવસે રહેશે બેંકો બંધ,વિગતવાર જાણો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ટૂંક સમયમાં જ 2026નો ફેબ્રુઆરી મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને શરૂ થશે માર્ચ મહિનો. માર્ચ મહિનો તહેવારો અને ઉત્સાહથી ભરપૂર તો હોય જ છે, પણ એની સાથે સાથે આ મહિનો આર્થિક દ્રષ્ટિએ પણ એટલો જ મહત્વનો હોય છે. આવા આ માર્ચ મહિનાની શરૂઆત પહેલાં જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બેંકો બંધ રહેવા સંબંધિત મહત્ત્વની માહિતી આપવામાં આવી છે. જો તમે પણ આવતા મહિને બેંક સંબંધિત મહત્ત્વના કામ પતાવવાનું વિચારી રહ્યા છે તો પહેલાં સમાચાર વાંચી લો કારણ કે માર્ચ મહિનામાં પાંચ રવિવાર અને બે શનિવાર સિવાય 11 દિવસ સુધી બેંકો બંધ રહેશે.

બે દિવસ બાદ શરૂ થનારા માર્ચ મહિનામાં હોળી, ઈદ, ગુડી પડવો અને રામનવમી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે, જેના કારણે બેંકોમાં રજાઓનો માહોલ જોવા મળશે. દર મહિનાની જેમ જ આરબીઆઈ દ્વારા મહિનાઓની રજા યાદી જાહેર કરવામાં આવી છે. જો તમારે બેંકને લગતું કોઈ પણ અગત્યનું કામ હોય, તો મુશ્કેલીથી બચવા માટે આ કેલેન્ડર મુજબ તમારું આયોજન કરી લો. આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર માર્ચ મહિનામાં પાંચ રવિવાર અને બે શનિવાર સિવાય 11 દિવસ વિવિધ તહેવારોને કારણે રજાઓ રહેશે.

માર્ચ મહિનામાં આ દિવસે રહેશે બેંકો બંધઃ

પહેલી માર્ચના રોજ રવિવારે દેશભરમાં બેંકોમાં રજા રહેશે

બીજી માર્ચના હોલિકા દહનને કારણે કાનપુર અને લખનઉ જેવા દેશના વિવિધ શહેરોમાં બેંકો બંધ રહેશે

ત્રીજી માર્ચના રોજ હોળી અને એની સંબંધિત ઉજવણીઓને કારણે ભોપાલ, દહેરાદૂર, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, કોલકતા, મુંબઈ, પટના, રાંચી અને અન્ય શહેરોમાં બેંક હોલિડે રહેશે

ચોથી માર્ચના રોજ ધૂળેટીને કારણે અમદાવાદ, ભુવનેશ્વર, ચંડીગઢ, જમ્મુ, નવી દિલ્હી, રાયપુર, શિલોંગ અને શિમલા જેવા શહેરોમાં બેંકોમાં રજા રહેશે

આઠમી માર્ચના રોજ રવિવાર હોવાને કારણે દેશભરની બેંકોમાં રજા રહેશે

13મી માર્ચના રોજ ચપચર કુટને કારણે આઈઝોલમાં બેંકોમાં રજા રહેશે

14મી માર્ચના રોજ બીજા શનિવાર હોવાને કારણે દેશભરમાં બેંક રહેશે

15મી માર્ચના રોજ રવિવાર હોવાથી બેંકોમાં રજા રહેશે

17મી માર્ચના રોજ શબ એ કદ્ર નિમિત્તે જમ્મુ અને શ્રીનગરમાં બેંકોમાં રજા રહેશે

19મી માર્ચના ગૂડી પડવા, ઉગાદી અને નવરાત્રિ પ્રારંભને કારણે મુંબઈ, ચેન્નઈ, બેંગલોર, હૈદરાબાદ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે

20મી માર્ચના રોજ ઈદ ઉલ ફિતર અને જુમાલ ઉલ વિદાને કારણે જમ્મુ, કોચ્ચિ, શ્રીનગર, તિરુવનંતપુરમ અને વિજયવાડામાં બેંકોમાં રજા રહેશે

21મી માર્ચના રોજ રમઝાન ઈદ અને સરહુલને કારણે દેશભરના વિવિધ શહેરોમાં બેંકોમાં રજા રહેશે

22મી માર્ચ હોવાને કારણે રવિવાર હોવાથી બેંકોમાં રજા રહેશે

26મી માર્ચના રોજ રામ નવમીના તહેવાર નિમિત્તે બેંકોમાં કામકાજ નહીં થાય

27મી માર્ચના પણ રામનવમી નિમિત્તે દેશના કેટલાક શહેરોમાં રજા રહેશે

28મી માર્ચના રોજ ચોથા શનિવાર હોવાથી બેંકોમાં રજા રહેશે

29મી માર્ચના રોજ રવિવાર હોવાથી બેંકો બંધ રહેશે

31મી માર્ચના રોજ મહાવીર જયંતી હોવાને કારણે બેંક હોલિડે રહેશે અને એને કારણે બેંકોમાં રજા રહેશે

ખાતાધારકો માટે આ રહી કામની વાત : બેંકની શાખાઓ બંધ હોવા છતાં નાના-મોટા કામ માટે ઓનલાઇન બેંકિંગ, મોબાઈલ એપ અને એટીએમ સર્વિસ રાબેતા મુજબ કાર્યરત રહેશે. જો તમારે ચેક ક્લિયરન્સ કે ડ્રાફ્ટ જેવા કામ હોય, તો તેને રજાઓ પહેલાં જ પતાવી લેવા હિતાવહ છે.