તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Latest News: સ્પોર્ટ્સ બાઈક્સ ચોરીને વેચી નાખવાના ગુનામાં સંડોવાયેલા બે યુવકની ધરપકડ, 11 બાઈક જપ્ત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મુંબઈના અલગ અલગ પરિસરમાંથી સ્પોર્ટ્સ બાઈક્સ ચોરીને વેચી નાખવાના ગુનામાં સંડોવાયેલા બે યુવકની ધરપકડ કરી પોલીસે 11 બાઈક જપ્ત કરી હતી.સાકીનાકા પોલીસે પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ મિરાજ ઉર્ફે બવાલ મોહમ્મદ રઈસ ખાન (26) અને ઉમેર આમીન શેખ (20) તરીકે થઈ હતી. આરોપીની પૂછપરછમાં મુંબઈનાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા 15 ગુના ઉકેલાયા હોવાનો દાવો પોલીસે કર્યો હતો.

સાકીનાકામાં અંધેરી-ઘાટકોપર લિંક રોડ પરની બિલાલ મસ્જિદ સોસાયટી પાસે પાર્ક કરેલી રૉયલ એનફીલ્ડની બાઈક ચોરાઈ હોવાની ફરિયાદ સાકીનાકા પોલીસને મળી હતી. 22 નવેમ્બર, 2025ની રાતે પાર્ક કરેલી બાઈક બીજી સવારે ગુમ હોવાનું જણાતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન પોલીસે થાણેના કિરવલી વિલેજ ખાતેથી આરોપી મિરાજને તાબામાં લીધો હતો. મિરાજે 15 બાઈક ચોર્યાની કબૂલાત કરી હતી. ચોરેલી બાઈક તે ઉમેર શેખને વેચતો હોવાનું મિરાજે પૂછપરછમાં કહ્યું હતું. મિરાજની માહિતી પરથી ઉમેરને રાજસ્થાનથી પકડી પાડવામાં આવ્યો હતો. ઉમેરની પૂછપરછ બાદ પોલીસે અલગ અલગ સ્થળેથી 11 બાઈક જપ્ત કરી હતી, જેની કિંમત 23.89 લાખ રૂપિયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.