Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Local News: કડોદરામાં સર્વિસ રોડ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા ઝડપાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કડોદરામાં પલસાણાથી કડોદરા તરફ આવતા સર્વિસ રોડ પર નેચરલ ચિકન સેન્ટર પાસે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી એક મહિલાને ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરના મોટા જથ્થા સાથે ઝડપી પાડી છે. પોલીસે કુલ રૂ. 54,392/-નો મુદ્દામાલ કબજે કરી દારૂ સપ્લાય કરનાર સેલવાસના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે કડોદરા પોલીસ મથકના એ.એસ.આઈ. ને મળેલ બાતમીના આધારે નેચરલ ચિકન સેન્ટર પાસે તપાસ કરતા, ત્યાં ઉભેલી મહિલાએ પોતાનું નામ કમુબેન પ્રતાપભાઇ વસાવા (રહે. કુંભારિયા, સુરત શહેર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે મહિલા પાસે રહેલા પોટલાઓની તલાશી લેતા તેમાંથી રોયલ સ્પેશિયલ પ્રીમીયમ વ્હીસ્કી 144 બાટલી, રોયલ સ્ટેગ ક્લાસિક વ્હીસ્કી  96 બાટલી, કિંગફિશર સ્ટ્રોંગ બીયર ટીન 24 નંગ, બડવાઈઝર મેગ્નમ બીયર ટીન 48 નંગ જેટલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલી મહિલાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો તેને ઉમેશ (રહે.સેલવાસ) નામના શખ્સે પૂરો પાડ્યો હતો. આ જથ્થો તે પોતાના ઘરે વેચાણ કરવા માટે લઈ જઈ રહી હતી.

error: Content is protected !!