તાજા સમાચાર
Local News Valsad : વલસાડ રૂરલ પોલીસે વાંકલ ચાર રસ્તા પાસેથી દારૂ ભરેલી મોપેડ સાથે એકને ઝડપ્યો: રૂ.૬૭,૫૦૪નો મુદ્દામાલ જપ્ત | Local News Valsad : બગવાડા ટોલનાકા પાસે રેતીની આડમાં લઈ જવાતો રૂ.૪૫ લાખથી વધુનો દારૂ ઝડપાયો | Local News Vapi : વાપીમાં કન્ટેનરની ટક્કરે રાહદારીનું કરુણ મોત: પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી | Local News Valsad : ઉમરગામના અચ્છારી ગામે ફટાકડા ફોડવા બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ: સામસામી ફરિયાદ | Local News: કામરેજના માંકણામાં કૌટુંબિક ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું: જેઠ-દિયર અને વહુએ સામસામી ફરિયાદ નોંધાવી | Local News: કામરેજમાં મંડપના ગોડાઉન માલિક પર હુમલો,આરોપી નશાની હાલતમાં છરી સાથે પોલીસ સ્ટેશન સુધી પીછો કર્યો |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
Local News Valsad : વલસાડ રૂરલ પોલીસે વાંકલ ચાર રસ્તા પાસેથી દારૂ ભરેલી મોપેડ સાથે એકને ઝડપ્યો: રૂ.૬૭,૫૦૪નો મુદ્દામાલ જપ્ત | Local News Valsad : બગવાડા ટોલનાકા પાસે રેતીની આડમાં લઈ જવાતો રૂ.૪૫ લાખથી વધુનો દારૂ ઝડપાયો | Local News Vapi : વાપીમાં કન્ટેનરની ટક્કરે રાહદારીનું કરુણ મોત: પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી | Local News Valsad : ઉમરગામના અચ્છારી ગામે ફટાકડા ફોડવા બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ: સામસામી ફરિયાદ | Local News: કામરેજના માંકણામાં કૌટુંબિક ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું: જેઠ-દિયર અને વહુએ સામસામી ફરિયાદ નોંધાવી | Local News: કામરેજમાં મંડપના ગોડાઉન માલિક પર હુમલો,આરોપી નશાની હાલતમાં છરી સાથે પોલીસ સ્ટેશન સુધી પીછો કર્યો |

Local News Valsad : બગવાડા ટોલનાકા પાસે રેતીની આડમાં લઈ જવાતો રૂ.૪૫ લાખથી વધુનો દારૂ ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વલસાડ LCB એ એક મોટી કાર્યવાહી કરતા પારડીના બગવાડા ટોલનાકા પાસે એક હાઈવા ડમ્પરને આંતરી તેમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે કુલ રૂ.૬૦.૭૨ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે.

ફાઈલ ફોટો

મળતી માહિતી મુજબ, વલસાડ LCB ની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે સેલવાસથી એક અશોક લેલેન્ડ હાઈવા ડમ્પર નંબર ડીડી/૦૧/એચ/૯૪૩૨ ગેરકાયદેસર દારૂનો જથ્થો ભરીને નવસારી તરફ જઈ રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે બગવાડા ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી.બાતમી મુજબનું ડમ્પર આવતા પોલીસે તેને અટકાવ્યું હતું. તપાસ દરમિયાન ડમ્પરના પાછળના ભાગે (ફાલકામાં) ઉપરના ભાગે રેતી ભરેલી જોવા મળી હતી. જોકે, રેતી હટાવીને તપાસ કરતા નીચેથી પ્લાસ્ટિક અને કાચની બાટલીઓ તેમજ ટીન ભરેલા વિદેશી દારૂના ૪૬૯ બોક્સ મળી આવ્યા હતા. પોલીસે આ મામલે દારૂ અને હાઈવા ડમ્પર સહિત કુલ રૂપિયા ૬૦.૭૨ લાખથી વધુનો મુદ્દામાલ કબજે ડમ્પર ચાલક શુભલાલ મોતીલાલ સાહુ (રહે.મધ્યપ્રદેશ) ની અટકાયત કરી છે. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે આ જથ્થો સેલવાસના ચીરાગભાઈ નામના વ્યક્તિએ ભરાવી આપ્યો હતો અને તેને ચીખલી પહોંચાડવાનો હતો.પારડી પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર આરોપી ચીરાગભાઈને વોન્ટેડ જાહેર કર્યો છે અને આગળની વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!