Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ગાંધીનગર : નસમેદ ગામમાં જોગણી માતાના મંદિર પાછળ ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: ૭ શખ્સો ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગરમાં સાંતેજના નસમેદ ગામમાં જાહેરમાં જુગાર રમી રહેલા સાત ઇસમોને પોલીસે બાતમીના આધારે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે નસમેદ ગામના ટેકરાવાળા વાસમાં આવેલા જોગણી માતાજીના મંદિર પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો ભેગા થઈ પૈસા અને પાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે સાંતેજ પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો.

પોલીસની કાર્યવાહી દરમિયાન જુગાર રમતા ૭ શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. (૧) માણકાજી મફતજી ઠાકોર (૨) ભીખાજી પ્રહલાદજી ઠાકોર (૩) સંજયજી બાબુજી ઠાકોર (૪) ગુણવંતજી બળદેવજી ઠાકોર (૫) દશરથજી શિવાજી ઠાકોર (૬) બળદેવજી સવધાનજી ઠાકોર (૭) પ્રકાશજી બચુજી ઠાકોર આ સાતેય સામે સાંતેજ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!