Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ગાંધીનગર: રીલાયન્સ ચોકડી પાસે નશાની હાલતમાં બે શખ્સો ઝડપાયા, પોલીસ કાર્યવાહી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રાજધાનીના સરગાસણ વિસ્તારમાં આવેલી રીલાયન્સ ચોકડી પાસે મોડી રાત્રે નશાની હાલતમાં ગાડી હંકારી રહેલા બે શખ્સોને ઇન્ફોસિટી પોલીસે ઝડપી પાડ્યા છે. આ શખ્સો પાસેથી વિદેશી દારૂની બોટલ પણ મળી આવી હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે.

મળતી માહિતી પ્રમાણે ગઈકાલે રાત્રે આશરે સવા બાર વાગ્યાના અરસામાં ફરિયાદી અફઝલ વજુભાઈ શેખ અને તેમના મિત્રો પોતાની ગાડી લઈને રીલાયન્સ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પાછળથી જીમની ગાડી નંબર GJ-18-DD-1025 માં આવેલા બે ઈસમોએ ફરિયાદીની ગાડી ઉભી રખાવી ઝગડો શરૂ કર્યો હતો. આ બંને શખ્સો નશાની હાલતમાં જણાતા હતા. ઘટના સ્થળે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને તપાસ કરતા ગાડીમાંથી ‘બ્લેન્ડર પ્રાઇડ’ વિસ્કીની બોટલ મળી આવી હતી. કોઈકે 112 પર ફોન કરતા ઇન્ફોસિટી પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે (1) ધવલસિંહ ઉપેન્દ્રસિંહ ચાવડા (રહે. રંગપુર, ગાંધીનગર) અને (2) જયરાજસિંહ પ્રહલાદસિંહ ચાવડા (રહે.અમદાવાદ) ની અટકાયત કરી છે.

error: Content is protected !!