Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ગાંધીનગરમાં તસ્કરોનો આતંક: સેક્ટર-૨૮ અને ચંદ્રાલામાંથી બે ટુ-વ્હીલરની ચોરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રાજધાનીમાં વાહન ચોરોએ ફરી માથું ઊંચક્યું છે. પોલીસ પેટ્રોલિંગના દાવાઓ વચ્ચે તસ્કરોએ સેક્ટર-૨૮ અને ચંદ્રાલા ગામમાંથી એક એક્ટિવા અને એક મોટરસાયકલની ચોરી કરી હોવાના બે અલગ-અલગ બનાવો પ્રકાશમાં આવ્યા છે. પોલીસે આ અંગે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રથમ બનાવમાં, પેથાપુરના રહેવાસી નિલેશકુમાર પટેલ ગત ૨૬ ફેબ્રુઆરીના રોજ સવારે પોતાના પુત્રને સેક્ટર-૨૮ની એન.કે. સોલંકી સ્કૂલે મૂકવા ગયા હતા. તેમણે પોતાનું કાળા કલરનું હોન્ડા એક્ટિવા નંબર જીજે/૦૨/બીબી/૯૦૧૫ સ્કૂલ સામેના ડિવાઈડર પાસે પાર્ક કર્યું હતું. સવારે ૦૭:૧૫ થી ૧૧:૦૦ વાગ્યાના ટૂંકા ગાળામાં કોઈ અજાણ્યો શખ્સ ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી આ એક્ટિવા ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બીજા બનાવમાં, ચંદ્રાલા ગામે રહેતા અમુલભાઈ રબારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે ગત ૮ માર્ચની રાત્રે પોતાનું હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક નંબર જીજે/૧૮/એફકે/૬૭૪૦ ઘર પાસે આવેલા મહાકાળી માતાના મંદિર પાસે સ્ટેરિંગ લોક કરીને પાર્ક કર્યું હતું. મોડી રાત્રે સાડા અગીયાર વાગ્યાથી સવારના સાત વાગ્યા દરમિયાન કોઈ તસ્કર બાઇક ચોરી કરી ગયો હતો.આ બંને મામલે સેક્ટર-૨૧ અને ચિલોડા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ આદરી છે.

error: Content is protected !!