Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Latest News Gujarat: ગુજરાત સરકારનો ગૌસેવા ક્ષેત્રે મહત્વનો નિર્ણય: ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ના નિયમોમાં મોટો સુધારો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાત સરકારે રાજ્યના પશુપાલકો અને ગૌસેવા કરતી સંસ્થાઓના હિતમાં એક મહત્વપૂર્ણ અને ઉદાર નિર્ણય લીધો છે. ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ હેઠળ સહાય મેળવવાની પાત્રતાના નિયમોમાં સુધારો કરીને રાજ્યની વધુ પાંજરાપોળ અને ગૌશાળાઓને આ યોજના હેઠળ આવરી લેવાની જાહેરાત પશુપાલન મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી છે.

ટ્રસ્ટ નોંધણીની સમયમર્યાદા ૩૧-૦૩-૨૦૨૨થી વધારીને ૩૦-૦૬-૨૦૨૫ કરાઈ; વધુ ૧૦૦ સંસ્થાઓને મળશે આર્થિક લાભ

સમયમર્યાદામાં ફેરફાર અને નવી પાત્રતા અગાઉના નિયમ મુજબ, જે સંસ્થાઓની નોંધણી પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ ૩૧-૦૩-૨૦૨૨ પહેલા થઈ હોય તેમને જ સહાય મળવાપાત્ર હતી. જેને કારણે ૨૦૨૩-૨૪ પછી નોંધાયેલી ગૌશાળાઓ આ લાભથી વંચિત રહેતી હતી. વિવિધ સંસ્થાઓની રજૂઆતને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદાર અભિગમ દાખવી આ મર્યાદા વધારી દીધી છે. હવે ૧ એપ્રિલ ૨૦૨૬ થી, જે સંસ્થાઓની નોંધણી ૩૦ જૂન ૨૦૨૫ સુધીમાં થયેલી હશે, તે તમામ સંસ્થાઓ પશુ દીઠ દૈનિક સહાય મેળવવા માટે પાત્ર ગણાશે.

રૂ.૧૦ કરોડની વધારાની સહાયનો બોજ આ સુધારાને કારણે રાજ્યની વધુ ૧૦૦ જેટલી ગૌસેવી સંસ્થાઓ યોજનાનો લાભ લઈ શકશે. આ માટે સરકાર અંદાજે રૂ.૧૦ કરોડ જેટલી વધારાની સહાય પશુઓના નિભાવ માટે ચૂકવશે.યોજનાની અત્યાર સુધીની કામગીરીમાં પશુ નિભાવ માટે એક પશુ દીઠ દૈનિક રૂ. ૩૦,૨૦૨૨-૨૩ થી સપ્ટેમ્બર-૨૦૨૫ સુધીમાં કુલ રૂ.૧૩૬૪ કરોડની સહાય, ૧૬૦૦ થી વધુ સંસ્થાઓના ૪.૫૦ લાખ થી વધુ પશુઓ અત્યાર સુધી લાભાન્વિત.પશુપાલન મંત્રીએ જણાવ્યું હતું કે, ગૌશાળા અને પાંજરાપોળ દ્વારા થતી સેવાભાવી પ્રવૃત્તિઓને આર્થિક બળ પૂરું પાડવાનો રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય આ નિર્ણયથી સાચા અર્થમાં ચરિતાર્થ થયો છે.