Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

દમણથી સુરત જતો દારૂનો જથ્થો ટ્રેનમાંથી ઝડપાયો : આઈફોન દ્વારા થતું હતું નેટવર્કિંગ, બેની ધરપકડ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વલસાડ રેલ્વે પોલીસે બાંદ્રા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ટ્રેન-12971માં દરોડો પાડીને ગેરકાયદેસર રીતે લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં રૂ.1.70 લાખની કિંમતની દારૂની 275 બોટલો/પાઉચ અને રૂ.43,000 ની કિંમતના બે મોબાઈલ ફોન (જેમાં એક આઈફોન 16 નો સમાવેશ થાય છે) મળી કુલ રૂ.2.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ મામલે પકડાયેલા સન્ની મનોજકુમાર ગુપ્તા (ઉં.વ.24) અને એક 17 વર્ષીય સગીર, બંને રહેવાસી સોમનાથ, દમણનાં આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ જથ્થો દમણની વાઈન શોપમાંથી ખરીદીને સુરતની ‘રૂબીના’ અને ‘સંકુતલા’ નામની મહિલાઓને પહોંચાડવાનો હતો.રેલ્વે પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!