તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

બમ્પરની પાછળ દારૂનો જથ્થો છુપાવવાની નવી તરકીબ નિષ્ફળ: વલસાડ સીટી પોલીસે હાઈવે પર બે શખ્સોને દબોચ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વલસાડ સીટી પોલીસે બાતમીના આધારે ધરમપુર ચોકડી ઓવરબ્રીજ પાસે નાકાબંધી કરી કારમાં દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી વિદેશી દારૂ અને કાર મળી કુલ રૂ.1.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે વલસાડ સીટી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે સેલવાસથી એક હ્યુન્ડાઈ i10 કાર નંબર GJ-05-CQ-8691 ના પાછળના બમ્પરના ભાગે ખાસ ચોરખાનું બનાવી દારૂનો જથ્થો સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર સ્વાદ હોટલ સામે છટકું ગોઠવી કારને અટકાવી હતી. કારની તલાશી લેતા બમ્પર પાછળ બનાવેલા ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી વ્હીસ્કીની 104 નંગ બાટલીઓ મળી આવી હતી. પોલીસે આ મામલે કિશનભાઈ શાંતિલાલ ચોસલીયા (રહે.યોગી ચોક, સુરત; મૂળ અમરેલી) અને રવીકુમાર ગીધાભાઈ પાધરા (રહે. શાણથલી, તા. જસદણ, જી. રાજકોટ) ના બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે રૂ.39 હજારનો દારૂ, રૂ.1 લાખની કાર અને મોબાઈલ ફોન કબજે કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.