Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વાપીમાં i-20 માંથી દારૂ સાથે જામનગરનો શખ્સ પકડાયો, નામધામાં પોલીસને જોઈ વેન્યુ મૂકી ચાલક ફરાર

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા દારૂબંધીના કડક અમલ હેઠળ વાપી ટાઉન અને એલ.સી.બી. પોલીસ દ્વારા બે અલગ-અલગ સ્થળે દરોડા પાડી કુલ રૂ.14,70,960 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

વાપી ટાઉન પોલીસની ટીમે બાતમીના આધારે કચીગામ ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ જણાતી હ્યુંડાઈ i-20 કાર નંબર GJ/18 /BD/5918 ને અટકાવી તપાસ કરતા, તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 30 બોટલો મળી આવી હતી. પોલીસે રૂ.4 લાખની કાર અને દારૂ મળી કુલ રૂ.4,11,520 નો મુદ્દામાલ જપ્ત કરી જામનગરના ચાલક જયેશ વ્રજલાલ ઉર્ફે વજુભાઈ ભુવાની ધરપકડ કરી છે.

બીજા બનાવમાં, વલસાડ એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી કે નામધા ગામના તળાવ ફળીયામાં એક કાળા કલરની હુન્ડાઇ વેન્યુ કારમાં દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચતા જ કાર ચાલક અંધારાનો લાભ લઈ ઝાડીઓમાં ભાગી છૂટ્યો હતો. કાર નંબર GJ/15/CR/2674ની તપાસ કરતા તેમાંથી વ્હીસ્કી અને વોડકાની કુલ 1192 બોટલો તેમજ અન્ય રજિસ્ટ્રેશન નંબર પ્લેટો મળી આવી હતી. પોલીસે રૂ.7 લાખની કાર સહિત કુલ રૂ.10,59,440 નો મુદ્દામાલ કબજે કરી વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરી છે.

error: Content is protected !!