તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

હાઈવે પર હવે AIની નજર: NHAI દેશભરમાં 40,000 કિમીના રોડ પર ‘ડેશકેમ મોનિટરિંગ સિસ્ટમ’ શરૂ કરશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દેશમાં માર્ગ કનેક્ટિવિટી સુધારવા માટે NHAI હવે ટેકનોલોજીનો સહારો લેવા જઈ રહી છે. હાઈવે પર મુસાફરી વધુ સુરક્ષિત અને સરળ બનાવવા માટે ‘AI બેઝ્ડ ડેશકેમ મોનિટરિંગ સિસ્ટમ’ તૈયાર કરવામાં આવી છે, જે રસ્તાની દરેક હિલચાલ પર રિયલ ટાઈમ નજર રાખશે.

આ સ્માર્ટ રોડ મેનેજમેન્ટ સિસ્ટમમાં AI અને મશીન લર્નિંગનો ઉપયોગ કરવામાં આવશે. ડેશકેમ દ્વારા મળતો ડેટા સેન્ટ્રલાઈઝ્ડ ડિજિટલ પ્લેટફોર્મ પર જશે, જ્યાં અધિકારીઓ રિયલ ટાઈમમાં રસ્તાની સ્થિતિ જોઈ શકશે. વધુ સારા મેનેજમેન્ટ માટે સમગ્ર હાઈવે નેટવર્કને 5 ઝોનમાં વહેંચવામાં આવશે. રસ્તા પરના ખાડા, તિરાડો, ખરાબ માર્કિંગ અને તૂટેલા બેરિયર જેવી 30થી વધુ ખામીઓને AI તરત જ ઓળખી લેશે.હાઈવે પર ગેરકાયદે પાર્કિંગ, દબાણ અથવા તોડફોડ થતાની સાથે જ સિસ્ટમ એલર્ટ મોકલશે.સ્ટ્રીટ લાઈટ, રિફ્લેક્ટર અને સાઈનબોર્ડની સ્થિતિ પર સતત વૉચ રાખવામાં આવશે, જેથી રાત્રે અકસ્માતનો ભય ઘટશે.મેન્યુઅલ તપાસની જરૂરિયાત ઘટશે અને જે-તે સમસ્યાનો ત્વરિત નિકાલ લાવી શકાશે.

આ સિસ્ટમ લાગુ થવાથી વાહનચાલકોને ખાડા મુક્ત રસ્તા, ઓછો ટ્રાફિક જામ અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ મળશે. 40 હજાર કિમી લાંબા નેશનલ હાઈવે પર આ પ્રોજેક્ટ સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં મોટું પગલું સાબિત થશે.