તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

યુવતી પર લોખંડની પાઇપથી હુમલો, છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમદાવાદ શહેરના દસક્રોઈ તાલુકાના લીલાપુર ગામમાં આવેલી હૃદયકુંજ સોસાયટીમાં એક યુવતી પર પાડોશમાં રહેતા શખ્સો દ્વારા જીવલેણ હુમલો અને છેડતીનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ મામલે અડાલજ પોલીસ મથકે પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

ફરિયાદ મુજબ, ગત 1લી એપ્રિલની રાત્રે 30 વર્ષીય યુવતી પોતાની સોસાયટીમાં ચાલતા-ચાલતા ફોન પર વાત કરી રહી હતી. તે સમયે સોસાયટીમાં જ રહેતા હિરેન સવજીભાઈ ચૌધરીએ યુવતીને ગાળો આપી લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો. આરોપીએ યુવતીનું મોઢું દબાવી તેને ઘસડીને તેની છેડતી કરી હતી અને કપડાં ફાડી નાખ્યા હતા. યુવતીની બૂમો સાંભળીને તેને બચાવવા આવેલા તેના માતા અને ભાઈ પર પણ આરોપીઓએ હુમલો કર્યો હતો. આરોપી હિરેન સાથે અન્ય શખ્સો-તુલસીભાઈ, શોભનાબેન, જશુભાઈ અને એક અજાણ્યો શખ્સ પણ આ હુમલામાં જોડાયા હતા. હુમલાખોરોએ યુવતી અને તેના ભાઈને પાઇપ તથા ગડદાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી હતી.

ઝઘડા દરમિયાન યુવતીનો ફોન અને ચશ્મા તૂટી ગયા હતા તેમજ સોનાનો દોરો પણ ખોવાઈ ગયો હતો. આરોપીઓએ જતી વખતે ‘ઘર વેચીને જતા રહો, નહીંતર જાનથી મારી નાખીશું’ તેવી ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત યુવતી અને તેના ભાઈને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.અડાલજ પોલીસે આ મામલે હિરેનભાઈ સવજીભાઈ ચૌધરી, તુલસીભાઈ, શોભનાબેન જશુભાઈ ચૌધરી, જશુભાઈ તથા એક અજાણ્યો શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.