Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Latest News dharampur : ધરમપુરના જાગીરી ગામ પાસે કારની ટક્કરે ૧૭ વર્ષીય સગીરનું મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ધરમપુર: ધરમપુર તાલુકાના જાગીરી ગામ પાસે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક પૂરઝડપે આવતી સ્વિફ્ટ કારે મોટરસાયકલને અડફેટે લેતા 17 વર્ષીય સગીરનું કરુણ મોત નિપજ્યું છે. આ મામલે ધરમપુર પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જાગીરી ગામના પટેલ ફળીયામાં રહેતા મણીરામભાઇ બોબેનો ૧૭ વર્ષીય પુત્ર હરિભાઇ બોબે તા.2 એપ્રિલ નારોજ બપોરે પોતાની મોટરસાયકલ નંબર GJ-15-EH-8483 લઇને માતાને લેવા જઇ રહ્યો હતો. તે સમયે નિશાળ ફળીયાથી માંદા તરફ જતાં રોડ પર સામેથી પૂરઝડપે આવતી મારૂતિ સુઝુકી સ્વિફ્ટ કાર નંબર GJ-15-AD-6890 ના ચાલક વૈભવ રામચંદ્ર થોરાતે મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી.આ અકસ્માતમાં હરિભાઇને માથા તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ધરમપુર સ્ટેટ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ રાત્રે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.મૃતકના પિતા મણીરામભાઇએ કાર ચાલક વૈભવ થોરાત (રહે.સુરગાણા, જિ. નાસિક) વિરુદ્ધ ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

error: Content is protected !!