Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

નિઝરના ગામડી પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

નિઝરના ગામડી (કેસરપાડા ચોકી) પાસે જાહેરમાં મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકડા ઉપર જુગાર રમાડતા એક શખ્સને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો છે. નિઝર પોલીસની ટીમ જ્યારે ખાનગી વાહનમાં પ્રોહિબિશન અને જુગાર અંગેની રેડમાં હતી, ત્યારે ગામડી પાસે કેટલાક ઇસમો જાહેરમાં શંકાસ્પદ હિલચાલ કરતા જણાયા હતા.

પોલીસને જોઈને અન્ય ઇસમો નાસી છૂટ્યા હતા, પરંતુ એક શખ્સને પકડી પાડ્યો હતો.ઝડપાયેલ નરપતભાઈ દેવાજીભાઈ વસાવે (રહે.બંધારપાડા, તા. નિઝર)નાં પાસેથી મુંબઈ શ્રીદેવી નાઇટ બજારના આંકડા લખેલી કાગળની કાપલી, એક બોલપેન અને રોકડા રૂપિયા ૩૧૦/- મળી આવ્યા છે. નિઝર પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.