Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ચીખલીના વાંઝણા પાસે હાઈવા અને કાર વચ્ચે અકસ્માત: દંપતીને ગંભીર ઈજા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ચીખલી તાલુકાના વાંઝણા ગામના આહીરવાસ ચાર રસ્તા પાસે એક પૂરઝડપે આવતા હાઈવા ટ્રકે કારને સામેથી ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર દંપતીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બારોલીયા ગામના સુરેશભાઈ પટેલનો પુત્ર કેવલ અને પુત્રવધૂ ખુશ્બુ ગત ૨ એપ્રિલના રોજ રાત્રે પોતાની મારુતિ સુઝુકી રીટઝ કાર નંબર GJ-21-AQ-1875 લઈને રાનકુવા તરફ જઈ રહ્યા હતા. રાત્રિના આશરે પોણા દસેક વાગ્યાના સુમારે વાંઝણા ગામ પાસે સામેથી આવતા મહિન્દ્રા કંપનીના હાઈવા ટ્રક નંબર GJ-16-AY-5009 ના ચાલકે ગફલતભરી રીતે હંકારી કારને જોરદાર ટક્કર મારી હતી.આ અકસ્માતમાં કેવલને માથા અને છાતીના ભાગે જ્યારે ખુશ્બુને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ હાઈવા ચાલક પોતાનું વાહન સ્થળ પર જ મૂકીને નાસી છૂટ્યો હતો.  ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને તાત્કાલિક ટાંકલ સી.એચ.સી. અને ત્યારબાદ વધુ સારવાર માટે ચીખલીની સ્પંદન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે સુરેશભાઈ પટેલે અજાણ્યા હાઈવા ચાલક વિરુદ્ધ ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.