Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

પલસાણા પોલીસ મથકના મારામારીના ગુનામાં નાસતો-ફરતો આરોપી ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

પલસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારીના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી ફરાર આરોપીને SOGની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. સુરત ગ્રામ્ય એસઑજીને મળેલી બાતમી મુજબ, આરોપી જોળવા ગ્રામ પંચાયત થી જોળવા પાટીયા તરફ જતાં રસ્તે હોવાની માહિતી મળી હતી.

પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી આરોપી અશોક રાજુલાલ મેવાડા (ઉં.વ.૨૩) રહે.આરાધના ડ્રીમ સોસાયટી, જોળવા (મૂળ રહે.રાજસ્થાન)ને ઝડપી લીધો હતો. આરોપી વિરુધ્ધ પલસાણા પોલીસ મથકમાં મારામારીના ગુનો નોંધાયેલ છે.

ધરપકડ બાદ SOG ટીમે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને પલસાણા પોલીસ મથકને સોંપવાની તજવીજ હાથ ધરી છે.