તાજા સમાચાર
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રૂપિયા 20 કરોડનાં ગાંજાનાં જથ્થા સાથે એક પેસેન્જરની અટકાયત કરાઈ | જામનગરમાં RTE હેઠળ હાથ ધરાયેલ પ્રવેશ પ્રક્રિયાનાં પ્રથમ રાઉન્ડમાં 1,729 વિદ્યાર્થીઓનો પ્રવેશ | ટંકારાનાં સરાયા ગામની સીમમાં પત્નીને અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની આશંકા રાખી પતિએ માથાનાં ભાગે ઈંટનાં ઘા મારી હત્યા કરી | એક વર્ષનાં ગાળામાં સ્ટુડન્ટ વિઝા પર UK આવેલ હજારો ભારતીય વિદ્યાર્થીઓએ અલવિદા કહ્યું | સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં વાતાવરણમાં મોટો પલટો : ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના | હવામાન વિભાગની આગાહી : આગામી બે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ આગાહી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રૂપિયા 20 કરોડનાં ગાંજાનાં જથ્થા સાથે એક પેસેન્જરની અટકાયત કરાઈ | જામનગરમાં RTE હેઠળ હાથ ધરાયેલ પ્રવેશ પ્રક્રિયાનાં પ્રથમ રાઉન્ડમાં 1,729 વિદ્યાર્થીઓનો પ્રવેશ | ટંકારાનાં સરાયા ગામની સીમમાં પત્નીને અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની આશંકા રાખી પતિએ માથાનાં ભાગે ઈંટનાં ઘા મારી હત્યા કરી | એક વર્ષનાં ગાળામાં સ્ટુડન્ટ વિઝા પર UK આવેલ હજારો ભારતીય વિદ્યાર્થીઓએ અલવિદા કહ્યું | સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં વાતાવરણમાં મોટો પલટો : ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના | હવામાન વિભાગની આગાહી : આગામી બે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ આગાહી |

એક વર્ષનાં ગાળામાં સ્ટુડન્ટ વિઝા પર UK આવેલ હજારો ભારતીય વિદ્યાર્થીઓએ અલવિદા કહ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમેરિકા પછી હવે બ્રિટનમાં પણ વિદેશી નાગરિકો અને ખાસ કરીને ભારતીયોમાં એક અવળો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એક તરફ ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા અને બ્રિટનમાં સ્ટુડન્ટ વિઝા પર જવાનું પ્રમાણ ઓછું કર્યું છે, તો બીજી તરફ માત્ર એક જ વર્ષમાં 75 હજાર ભારતીયોએ બ્રિટન છોડી દીધું છે. બ્રિટનના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ મુજબ, સરકારની આકરી વિઝા નીતિના કારણે દેશ છોડનારા વિદેશીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. સરકારી રિપોર્ટ અનુસાર, વર્ષ 2025 દરમિયાન કુલ 1,70,000 વિદેશી નાગરિકોએ બ્રિટન છોડવાનું પસંદ કર્યું હતું, જેમાં સૌથી મોટી સંખ્યા ભારતીયોની છે. એક જ વર્ષના ગાળામાં સ્ટુડન્ટ વિઝા પર યુકે આવેલા 51,000 ભારતીય વિદ્યાર્થીઓએ બ્રિટન છોડીને સ્વદેશ પરત ફરવાનું કે અન્ય દેશમાં જવાનું મુનાસિબ માન્યું હતું.

વર્ક વિઝા માટે ગયેલા ભારતીયોમાંથી 21,000 લોકોએ બ્રિટનને અલવિદા કહી દીધું છે. આ સિવાય જુદા જુદા કારણોસર યુકેમાં સ્થાયી થયેલા અન્ય 3,000 ભારતીયો મળીને કુલ 75,000 લોકોએ બ્રિટન છોડી દીધું છે. બ્રિટન છોડવાની આ યાદીમાં ભારત પછી 46 હજાર નાગરિડકો સાથે ચીન બીજા ક્રમે, જ્યારે 19 હજાર નાગરિકો સાથે પાકિસ્તાન અને નાઈજીરિયા ત્રીજા ક્રમે છે. સરકારી આંકડાઓમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ એ પણ થયો છે કે, છેલ્લાં વર્ષોમાં વર્ક રિલેટેડ વિઝા પર બ્રિટન આવતા ભારતીયોની સંખ્યામાં 47 ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. વર્ષ 2021માં કોવિડ મહામારી બાદ બ્રિટને નવી અને આકરી વિઝા પોલિસી લાગુ કરી હતી. તે પછી બ્રિટનમાં સતત વડાપ્રધાનો બદલાતા રહ્યા અને તેમની સાથે પૉલિસીમાં પણ સતત ફેરફારો થતા રહ્યા, જેની સીધી નકારાત્મક અસર વિદેશી પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ પર પડી છે. આ મુદ્દે વર્તમાન લેબર પાર્ટીની સરકારના ગૃહમંત્રી શબાના મહેમૂદે બચાવ કરતા જણાવ્યું હતું કે, આ આંકડો અગાઉની કન્ઝર્વેટિવ પાર્ટીની સરકારના સમયનો છે અને તેના કરતા ઘણો ઓછો છે. કન્ઝર્વેટિવ સરકારો વખતે 9.44 લાખ વિદેશી નાગરિકોએ દેશ છોડ્યો હતો.

નવી વિઝા પોલિસીની આકરી અસરો વચ્ચે પણ બ્રિટન દ્વારા સ્કેલ્ડ વર્કર્સ અને હેલ્થ કેર સેક્ટરમાં ભારતીયોને આકર્ષવાના પ્રયાસો ચાલુ રખાયા છે. આ વિઝા કેટેગરી હેઠળ બ્રિટને 1.07 લાખ ભારતીયોને આવકાર્યા છે, જ્યારે 86 હજાર સાથે નાઈજીરિયા બીજા ક્રમે છે. સ્કેલ્ડ બેઝ્ડ વિઝા મેળવવામાં પણ ભારતીયો દુનિયામાં પહેલા ક્રમે છે. બ્રિટને એક જ વર્ષમાં 89,851 ભારતીયોને આ વિઝા આપ્યા છે, જ્યારે 16,607 નાગરિકો સાથે પાકિસ્તાન બીજા ક્રમે છે. ગ્રેજ્યુએશન આધારિત આપવામાં આવતા વિઝામાં 70 હજાર ભારતીયોનો સમાવેશ થાય છે અને ગ્રાન્ટેડ સ્પોન્સર્ડ વિઝા મેળવવામાં પણ ભારતીય નાગરિકો સમગ્ર વિશ્વમાં સૌથી આગળ છે.