તાજા સમાચાર
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રૂપિયા 20 કરોડનાં ગાંજાનાં જથ્થા સાથે એક પેસેન્જરની અટકાયત કરાઈ | જામનગરમાં RTE હેઠળ હાથ ધરાયેલ પ્રવેશ પ્રક્રિયાનાં પ્રથમ રાઉન્ડમાં 1,729 વિદ્યાર્થીઓનો પ્રવેશ | ટંકારાનાં સરાયા ગામની સીમમાં પત્નીને અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની આશંકા રાખી પતિએ માથાનાં ભાગે ઈંટનાં ઘા મારી હત્યા કરી | એક વર્ષનાં ગાળામાં સ્ટુડન્ટ વિઝા પર UK આવેલ હજારો ભારતીય વિદ્યાર્થીઓએ અલવિદા કહ્યું | સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં વાતાવરણમાં મોટો પલટો : ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના | હવામાન વિભાગની આગાહી : આગામી બે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ આગાહી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રૂપિયા 20 કરોડનાં ગાંજાનાં જથ્થા સાથે એક પેસેન્જરની અટકાયત કરાઈ | જામનગરમાં RTE હેઠળ હાથ ધરાયેલ પ્રવેશ પ્રક્રિયાનાં પ્રથમ રાઉન્ડમાં 1,729 વિદ્યાર્થીઓનો પ્રવેશ | ટંકારાનાં સરાયા ગામની સીમમાં પત્નીને અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની આશંકા રાખી પતિએ માથાનાં ભાગે ઈંટનાં ઘા મારી હત્યા કરી | એક વર્ષનાં ગાળામાં સ્ટુડન્ટ વિઝા પર UK આવેલ હજારો ભારતીય વિદ્યાર્થીઓએ અલવિદા કહ્યું | સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં વાતાવરણમાં મોટો પલટો : ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના | હવામાન વિભાગની આગાહી : આગામી બે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ આગાહી |

ટંકારાનાં સરાયા ગામની સીમમાં પત્નીને અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની આશંકા રાખી પતિએ માથાનાં ભાગે ઈંટનાં ઘા મારી હત્યા કરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મોરબીનાં ટંકારા તાલુકાનાં સરાયા ગામની સીમમાં વાડીમાં ખેતમજૂરી કરતા એક પરપ્રાંતીય શ્રમિક દંપતી વચ્ચે આડાસંબંધની શંકાના આધારે થયેલા ઉગ્ર ઝઘડાએ લોહીયાળ સ્વરૂપ લીધું હતું. પત્નીને અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની આશંકા રાખી રોષે ભરાયેલા પતિએ માથાના ભાગે ઈંટના ઘા મારી પત્નીની ઘાતકી હત્યા કરી હતી.

બાદમાં પસ્તાવો થતાં પોતે પણ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ સરાયા ગામની વાડીમાં ખેતમજૂરી કરતા લક્ષ્મણ રેવસિંગ કતીજા નામના શ્રમિકને તેની પત્ની રૂકમાંબેનના અન્ય કોઈ વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોવાની પ્રબળ શંકા હતી. આ બાબતને લઈને અવારનવાર દંપતી વચ્ચે ક્લેશ થતો હતો. બનાવના દિવસે આ જ મુદ્દે બંને વચ્ચે ફરી ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો.

આવેશમાં આવી ગયેલા લક્ષ્મણે ઉશ્કેરાઈ જઈને નજીકમાં પડેલી ઈંટ ઉપાડી પત્ની રૂકમાંબેનના માથાના ભાગે ઉપરાછાપરી મારી દીધી હતી. માથામાં ગંભીર ઈજાઓ થવાને કારણે અને વધુ પડતું લોહી વહી જવાને લીધે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘાતકી હત્યા બાદ આરોપી પતિ લક્ષ્મણે જાતે જ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ ટંકારા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા સાથે આરોપી પતિને પોલીસ બંદોબસ્ત હેઠળ તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.