તાજા સમાચાર
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રૂપિયા 20 કરોડનાં ગાંજાનાં જથ્થા સાથે એક પેસેન્જરની અટકાયત કરાઈ | જામનગરમાં RTE હેઠળ હાથ ધરાયેલ પ્રવેશ પ્રક્રિયાનાં પ્રથમ રાઉન્ડમાં 1,729 વિદ્યાર્થીઓનો પ્રવેશ | ટંકારાનાં સરાયા ગામની સીમમાં પત્નીને અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની આશંકા રાખી પતિએ માથાનાં ભાગે ઈંટનાં ઘા મારી હત્યા કરી | એક વર્ષનાં ગાળામાં સ્ટુડન્ટ વિઝા પર UK આવેલ હજારો ભારતીય વિદ્યાર્થીઓએ અલવિદા કહ્યું | સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં વાતાવરણમાં મોટો પલટો : ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના | હવામાન વિભાગની આગાહી : આગામી બે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ આગાહી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રૂપિયા 20 કરોડનાં ગાંજાનાં જથ્થા સાથે એક પેસેન્જરની અટકાયત કરાઈ | જામનગરમાં RTE હેઠળ હાથ ધરાયેલ પ્રવેશ પ્રક્રિયાનાં પ્રથમ રાઉન્ડમાં 1,729 વિદ્યાર્થીઓનો પ્રવેશ | ટંકારાનાં સરાયા ગામની સીમમાં પત્નીને અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની આશંકા રાખી પતિએ માથાનાં ભાગે ઈંટનાં ઘા મારી હત્યા કરી | એક વર્ષનાં ગાળામાં સ્ટુડન્ટ વિઝા પર UK આવેલ હજારો ભારતીય વિદ્યાર્થીઓએ અલવિદા કહ્યું | સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં વાતાવરણમાં મોટો પલટો : ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના | હવામાન વિભાગની આગાહી : આગામી બે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ આગાહી |

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રૂપિયા 20 કરોડનાં ગાંજાનાં જથ્થા સાથે એક પેસેન્જરની અટકાયત કરાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમદાવાદનાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 20 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો છે. કસ્ટમ્સ અને એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા વિદેશથી આવેલ એક પેસેન્જર પાસેથી અંદાજે 20 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરીને તેની ધરપકડ કરવામાં આવી છે. ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સને મળેલ ચોક્કસ બાતમીને પગલે, તારીખ 20 અને 21 મે 2026ની મધરાતે બેંગકોકથી થાઈ એરવેઝની ફ્લાઈટ મારફતે આવેલા આ મુસાફરને એરપોર્ટ પર જ અટકાવવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ઉત્તરપ્રદેશના સહારનપુરનો વતની આ શખસ એક ‘કેરિયર’ તરીકે કામ કરતો હતો. તે અગાઉ દિલ્હીથી બેંગકોક ગયો હતો અને ત્યાંથી ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ આવ્યો હતો, જ્યાંથી તેનો પ્લાન ફરી દિલ્હી જવાનો હતો. જોકે જોકે શંકાસ્પદ મુસાફરના સામાનની તપાસ કરવામાં આવતા તેની ટ્રોલી બેગમાંથી લીલા રંગના સૂકા છોડ ભરેલા કુલ 19 વેક્યુમ-સીલબંધ પેકેટો મળી આવ્યા હતા. જેનું ટેસ્ટિંગ કરતા તે ગાંજો હોવાની પુષ્ટિ થઈ હતી. અધિકારીઓએ કુલ 20.366 કિલોગ્રામ વજનનો આ જથ્થો ઘટનાસ્થળે જ કબ્જે કર્યો હતો. આ ગેરકાયદેસર હેરાફેરી કરવા બદલ આરોપી પેસેન્જર સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.